Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

લતાજીના જન્મદિન નિમિતે આજે રાત્રે વિશેષ કાર્યક્રમ

રાજકોટ : ભારતની કોકીલ કંઠી પાર્શ્વ ગાયિકા લતાજીના ૯૨માં જન્મદિનને અનુલક્ષીને રાજકોટ લાઈવ રેડીયો પર આજે તા. ૨૮ના રાત્રે ૯:૩૦ કલાકે એક વિશેષ શો પ્રસારીત થશે. રાજકોટની જાણીતી ગાયિકા હિના કોટડીયા લતાજીના સુમધુર ગીતો રજૂ કરશે. નિર્માણ દિનેશ બાલાસરાનું છે. જયારે પ્રસ્તુતિ દિપ્તી બાલાસરા અને દિનેશ બાલાસરા કરશે. આ વિશેષ કાર્યક્રમ સાંભળવા માટે ફેસબુક ઉપર જઈને રાજકોટ લાઈવ રેડીયો સર્ચ કરી શકાય.

(3:20 pm IST)