Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનાર પ્રકાશગીરી ગૌસ્વામી પકડાયો

રાજકોટ, તા.ર૮ : માલવીયાનગર વિસ્તારમાં બાર વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં મધ્યસ્થ જેલમાંથી પેરોલ જંપ કરનાર પાકા કેદીને યુનિવર્સિટી પોલીસે સાધુવાસવાણી રોડ ગોપાલ ચોકમાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા એસીપી પી.કે. દીયોરાની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુરાજસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, પુષ્પરાજસિંહ અને કૃષ્ણદેવસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે હેડ કોન્સ. હરપાલસિંહ અને મુકેશભાઇ ડાંગરને મળેલી બાતીમીના આધારે સાધુવાસવાણી રોડ ગોપાલ ચોકમાંથી પાકા કેદીને પ્રકાશગીરી કાંતિગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૬) (રહે. રાજલક્ષમી મેઇન રોડ રાધીકા પાર્ક શેરી નં.૩ મોરબી રોડ ફાટક પાસે)ને પકડી લીધો હતો. માલવીયાનગર વિસ્તારમાં બાર વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં પ્રકાશગીરીને આજીવન કેદની સજા પડતા તે મધ્યસ્થ જેલમાં હતો તે પેરોલ રજા પર છૂટયા બાદ બે માસથી ફરાર હતો.

(3:19 pm IST)