Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વકીલોને લોન નહિ મળતાં મુખ્યમંત્રીને બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીની રજૂઆત

રાજકોટ, તા.૨૮: કોરોના મહામારીના કારણે ૨૨ માર્ચથી બંધ થયેલી કોર્ટ આજ  સુધી શરૂ કરવામાં આવેલ નથી જેના કારણે છેલ્લા છ મહિનાઓથી ગુજરાતમાં લાખો વકિલો બેરોજગાર તથા આર્થિક રીતે બહેાલ થયેલ છે ત્યારે વકિલ મંડળો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા અનેક મંત્રીઓ સમક્ષ અનેક રજુઆત કર્યા બાદ પણ અનેક બેંકો દ્વારા વકિલો સરકાર સહાયની લોન આપવા નનૈયો આપ્યો હતો. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, સેક્રેટરી શ્રી જીજ્ઞેશભાઇ જોષી તથા રાજકોટ બાર એસોસીએશનના આગેવાનો દ્વારા તાત્કાલીક મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણીને ઉગ્ર રજુઆત કરી વકિલોની હાલત ખૂબ જ ચિંતાજનક હોય, તાત્કાલીક સહાય આપવામાં આવે તે અંગે રજુઆત કરેલ હતી. ત્યારબાદ રાજકોટની અનેક બેંકો લોન આપવા તૈયાર થયેલ હોય અને અનેક બેંકો કર્મચારી દ્વારા રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે બુધવારે સરકાર સહાયની લોન અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે તેવું અખબારી યાદીમાં રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી દ્વારા જણાવેલ હતું.

(3:17 pm IST)