Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પરિણિતા દ્વારા સાસરીયાઓની વિરૂધ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ : ૨૦ લાખનું વળતર માગ્યુુ

રાજકોટતા.૨૮ : રાજકોટ પ્રમુખ ઓડીટોરીયમની સામે રૈયા રોડ વિસ્તારમાં રહેતી પરીણીતા પ્રીંયકાબેન કેવલભાઈ કોઢીયા તેણીના સાસરીયા પક્ષના પતિ, સાસુ-સસરા વિરૂઘ્ધ લગ્નજીવન દરમ્યાન આપેલ ઘરેલું હિંસા સબબ નામ.અદાલતમાં ડોમેસ્ટકી વાયોલન્સ એકટના કાયદા બદલ ફરીયાદ આપતા કોર્ટે પ્રોસેસ કાઢવા કરતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદી રાજકોટમાં પ્રમુખ ઓડીટોરીયમ સામે રૈયા વિસ્તારમાં રહેતી હતી તેના વિસ્તારમાં તેણીના સામે કેવલ હસમુખભાઈ કોઢીયા સાથે સંબંધ બંધાતા પ્રેમ સંબંધ બંધાયેલ. જેથી ફરીયાદીએ પ્રેમ લગ્ન કરેલ લગ્ન બાદ સંયુકત કુટુંબમાં લગ્નજીવન ગાળવા ગયેલ. તે દરમ્યાન ફરીયાદીના સાસુ-સસરા ફરીયાદીને બાવાજી છે આપને ભીખારી કરી દેશે તેવી ચડામણી તેણીના પતિને અવાર નવાર કરતા અને તેણીના પતિ આવી ચડામણીમાં આવી માનસીક શારીરિક ત્રાસ આપતા તેમજ ફરીયાદીના સાસુ-સસરા અવાર નવાર માવતરથી દહેજ દાગીનો લાવેલ નથી તેમ કહી માનસીક શારીરિક ત્રાસ આપતા અને ઘરમાં કામવાળીની જેમ રાખતા. તેમજ ફરીયાદીને જાહેરમાં અપમાનીત કરતા, તેમજ ફરીયાદીને તેણીના માં-બાપને ત્યાં જવા દેતા નહી અને માં-બાપ ખબર અંતર પુછવા આવે તો ઝગડો કરતા તેમજ આડોશી પાડોશી સાથે વાતચીત કરવા દેતા નહી, તેમજ ઘરની બહાર નીકળવા દેતા નહી

આમ દિનપ્રતિદીન આવો ત્રાસ વધતો ગયેલ તેમજ  આ રીતે માનસીક શારીરિક ત્રાસ ગુજારતા. છેલ્લા ત્રણ મહિનાથી ઘરમાંથી માર મારી કાઢી મુકેલ અને છુટાછેડા આપવા ધમકી આપેલ. ફરીયાદી છુટાછેડા આપવા માંગતી ન હોય અને અવાર નવાર માં-બાપને ત્યાં આવી છુટાછેડા આપવા ધમકી અને ઝગડા કરતા હોય જેથી કંટાળી ફરીયાદીને તેણીના લગ્નજીવન દરમ્યાન આપેલ ઘરેલુ હિંસા આચરેલ હોય તે અંગે રૂ. ૨૦લાખનું વળતર મેળવવા માંગણી કરેલ. કોર્ટે ઉપરોકત ફરીયાદ ધોરણસર લઈ સાસરીયા સામે પ્રોસેસ કરવા હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી બાઈ તરફે સૌરાષ્ટ્રના  ધારાશાસ્ત્રી  રોહિતભાઈ બી. ઘીઆ, ગોપાલ મકવાણા, આસીસટન્ટ તરીકે હર્ષ ઘીઆ રોકાયેલ હતા.

(3:17 pm IST)