Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

'જય ચામુંડા માતાજી', 'જયકષ્ટ ભંજનદેવ'

કોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે...

કોરોના મહામારીએ વિશ્વને હચમચાવી દીધુ છે. મહામારીથી આમ પ્રજાને બચાવવા જાત જાતનાં ઉપાયો - ઔષધો - નિયંત્રણો કારગત નિવડી શકયા નહી માનવ જાતને આ કોરોના અસુરે આકુળ વ્યાકુળ બનાવી દીધા છે.

તો જયારે જયારે આ સૃષ્ટિ પર આ પૃથ્વી ઉપર આસુરી શકિતનો પ્રકોપ વધ્યો છે ત્યારે મહામાયામાં જગબંદા જુદા જુદા સ્વરૂપે અવતાર ધારણ કરીને આવી આસુરી શકિતનો નાશ કર્યો છે... ટૂંકમાં કહીએ તો...

પ્રાચિન કાળમાં શુંભ-નિશુંભ નામના દેત્યો એ તે જમાનાના ઋષીમુનીઓ - દેવો ને ખૂબ રંજાડી સૃષ્ટિ ઉપર રાજ કરવા જાત જાતનાં શસ્ત્રો દ્વારા દેવો સાથે યુધ્ધ કરીને દેવોને હરાવવા સક્ષમ હતા ત્યારે દેવોની સ્તૃતિથી પ્રસન્ન થઇ મહામાયા જગતજનની મા ચામુંડા, મા  દુર્ગા એ અવતાર ધરી આસુરી શકિત સામે લડયા અને વિજય મેળવ્યો ત્યારે  શુંભનો વધ થતા નિશુંભે તેના મહાપરાક્રમી અસુર એવા રકતબીજને યુધ્ધના મેદાને ઉતાર્યો રકતબીજ પરાક્રમી - માયાવી હતો તેના શરીરમાંથી નિકળતું લોહીનું એક બીંદુ પૃથ્વી પર પડતાં જ તેના જ જેવો પરાક્રમી દૈત્ય પ્રગટ થતો તેથી દેવો તેનો વધ કરવા જાત જાતનાં આયુધો - શસ્ત્રોથી પણ તે પરાસ્ત થતો નહતો ત્યારે મા ચામુંડા એ તેની સામે યુધ્ધ કરી ને લોહીનાં દરેક બુંદ ખપ્પરમાં ઝીલીને પી ગ્યા અને દેવો - ઋષી મૂનિઓને તેના પ્રકોપથી બચાવ્યા... અને દેવોએ મહામાયા જગતજનની નો જયકાર કર્યો.

તો વર્તમાન પરિસ્થિતિમાં મને કોરોના અસુરમાં રકતબીજનો બીજો અવતાર લાગે છે, તો આવી આસુરી શકિતને હરાવવા પવિત્ર આસો માસે નવરાત્રી પર્વે આપ જે પણ જગતજનનીના સ્વરૂપને પુજતા હો - ભકિત કરતાં હો નૈવૈધ કરતા હો, તે મહામાયા મા જગદંબાની સ્તુતિ પ્રાર્થના દ્વારા આ કોરોના દૈત્યનો વધ કરવા તેનો નાશ કરવા માતાજીને શ્રધ્ધા પુર્વક પ્રાર્થના - સ્તુતિ કરો જરૂરથી માતાજી આ પ્રકોપથી બચાવશે.

માનવ-જાતનો આર્તનાદ સાંભળી જગતજનની મા જગદંબા સહાયરૂપ બનશે એવી મારી અતુટ શ્રધ્ધા છે.

આર્યુવેદના મત અનુસાર, તેમજ આપણા ધાર્મિક શાસ્ત્રોને ધ્યાને લઇ એ તો યજ્ઞ - હોમ થી વાતાવરણ પવિત્ર થાય તેમજ વાયરસને નાશ કરવા સક્ષમ છે.

તો આ સમયમાં શકય હોય તો 'યજ્ઞો'ના આયોજન કરવા જોઇએ તેમજ આર્યુવેદ માં પણ કહયું છે કે ગુગળ-શુધ્ધ ઘી તેમજ કપુરનો ધુપ કરવાથી વાતાવરણ શુધ્ધ અને સીઝનલ વાયરસ ને હરાવે છે.

માટે મહામાયા  જગતજનની ને પ્રસન્ન કરવા 'યજ્ઞ' શકિત પ્રમાણે કરવા જોઇએ. આ વિષય શ્રધ્ધાનો છે, આ વિષય સાધનાનો છે. આ એક આધ્યમિક પ્રયોગ છે. અંધ શ્રધ્ધામાં ના ખપાવતા આ અનુસંધાને... જુના પીપળીયા મુકામે કટકીયા પરિવારનાં સૂરાપૂરા શ્રી કાળાબાપાની પવિત્ર જગ્યામાં પવિત્ર ભદ્રાવતી નદીના તટે આવતા નવેમ્બર ની ર૪/રપ તારીખે મા જગદંબાને પ્રસન્ન કરવા તેમજ કોરોના દૈત્યનાં પ્રકોપને દુર કરવાનાં ધ્યેય સાથે શ્રધ્ધા સાથે પરિવારનાં સહકારથી 'નવચંડી યજ્ઞ' નું આયોજન હાથ  ધર્યુ છે.

હું કોઇ એવો શાસ્ત્રોનો જાણકાર નથી કે નથી કોઇ લેખક. પરંતુ કોરોના પ્રકોપથી ત્રાસી-ચામુંડા માતાજી પર અતુટ શ્રધ્ધાથી લાવવા પેરાયો છું. નાના મોઢે મોટી વાત માફ કરજો..

નવચંડી પાઠનાં પુસ્તકમાં અગિયારમાં અધ્યાયમાં મહામાયા જગતજનની એ વચન આપ્યું છે કે ભવિષ્ય કાળમાં 'અરૂણ' નામનો દૈત્ય પૃથ્વી ઉપર  તેની આસુરી શકિતનો વ્યાપ કરશે. માનવ જાત ત્રાહીમામ પોકારી જાશે ત્યારે છ પગ વાળી ભમરી બની ને અરૂણ દૈત્યનો સંહાર કરીશ અને ત્યારે ઋષી-મુનીઓ - માનવ જાત 'ભ્રામરી દેવી' થી મારી પુજા અર્ચના કરશે.

મને એવું મહેસુસ થાય છે કે ઉપરોકત સમય પૃથ્વી પર પ્રસાર થઇ રહ્યો છે. મને એવું પણ મહેસુસ થાય છે કે આપણા લોક લાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આ દેશને વિશ્વને કોરોનાના પ્રકોપથી બચાવવા મા જગતજનની જગદંબાની સ્તૃતિ કરીને પોતાના કેશ નહી કપાવવાની નેમ નહિ લીધી હોય ને ? તેઓ મા દુર્ગા, મા ચામુંડાનાં પવિત્ર ઉપાસક અને પરમ ભકત છે. 

- હસમુખ કટકીયા

મો. ૯૪ર૬૪ ૭ર૧૯૮

(3:16 pm IST)