Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

બિશપ હાઉસના ફાધર જોસનો સંદેશઃ કોરોનાથી ડરો નહિ મજબૂત બનો : પ્રભુ-ઇશ્વર સારું કરશે

રાજકોટ : બિશપ હાઉસના બિશપ ફાધર જોસએ રાજકોટના લોકોને બિક વગર કોરોનાનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતા જણાવ્યું છે કે, આપણે સૌ મજબૂત બનીને કોરોનાનો સામનો કરીશું તો આપણને બહું જલ્દી તેનાથી મૂકિત મળી શકશે.

છેલ્લા ૬ મહિનાથી આપણે કોરોના વાયરસના કારણે ખૂબ કષ્ટ વેઠી રહયાં છીએ, સમગ્ર દુનિયામાં અનેક લોકો કોરોનાની અસરથી પીડીત છે. જે લોકોના મૃત્યુ થયાં છે, તેમને હું શ્રધ્ધાંજલી આપું છું. અત્યારની પરિસ્થિતિમાં જે લોકો કોરોનાથી પીડીત છે. તેમને આપણે સૌએ મદદ કરવાની છે. આ માટે તેમની સારવાર કરી રહેલા ડોકટર, નર્સ અને આરોગ્યકર્મીઓ સહિતના કર્મચારીઓનો હું આભાર માનું છું. કોરોનાની આ મહામારીના સમયમાં આપણે સૌએ ડરવાનું નથી. પ્રભુ - ઈશ્વર ઉપર આપણે ભરોસો રાખીશું તો બધુ જ સારૃં થઈ જશે. આ પરિસ્થિતિમાં જે લોકો ડરે છે, તે લોકો ડરના કારણે પોતાનું જીવન ગુમાવે છે. આથી આપણે ડર્યા વિના આનો સામનો કરવાનો છે.

(3:05 pm IST)