Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

શનિવારે યોજાયેલ ઇ-લોક અદાલતનાં૧૧૩ કેસોમાં ૪ કરોડ ૬૩ લાખનું વળતર

કુલ ૯૭ર કેસોનો નિકાલઃ ઇ-લોક અદાલતને સફળતા

રાજકોટ તા. ર૮: શનિવાર તારીખઃ ર૬-૯-ર૦ર૦ના રોજ ઇ-લોક અદાલતનું આયોજન ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા ઉત્કર્ષ ઠાકોરભાઇ દેસાઇ, ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં કરવામાં આવેલ હતું.

આ દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો કુલ-૧૧૧ર કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાંથી મોટર અકસ્માત વળતરના કુલ-૧૧૩ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમાં રૂ. ૪,૬૩,ર૬,૪૧૬/- જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ ચેક રીટર્નના કુલ-૭ર૩ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમાં રૂ. ૩૪,૦૦,૭૬૦/- જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ લગ્ન વિષયક તકરાર અંગેના-૬૬ કેસોમાં સમાધાન રાહે નિકાલ થયેલ. આમ, આજના દિવસે આ તમામ કેસો મળી કુલ-૯૭ર પેન્ડીંગ કેસોનો નિકાલ થયેલ છે. આમ, આજરોજ યોજાયેલ ઇ-લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજાનાર લોક અદાલતોમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા જીલ્લા કાનુની સત્તા મંડળના સચિવશ્રી એચ. વી. જોટાણીયાની યાદીમાં જણાવાયું છે

(2:59 pm IST)