Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પરિણિત મુસ્લિમ મહિલા દ્વારા દુષ્કર્મ સંબંધે પોલીસ કમિશ્નરને ફરિયાદ નોંધવા અરજી

રાજકોટ તા. ર૮: અત્રે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી પરિણિત મુસ્લિમ મહિલાએ તેમનાજ વિસ્તારમાં રહેતા ડીશના ધંધાર્થી રમઝાન ભલુર સામે ધાક-ધમકી આપી દુષ્કર્મ આચર્યાની રાજકોટ પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદ કરીને ગુનો દાખલ કરવા માંગણી કરી છે.

બનાવની હકીકત એવી છે કે, રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં પોતાના કુટુંબ સાથે ભોગ બનનાર રહે છે અને તેની સામેના મકાનમાં રમઝાન ભલુર કે જે તે વિસ્તારમાં કેબલ ડીસનો ધંધો કરે છે તેમણે ભોગ બનનારનાં ઘરે ડિશ ફિટીંગ કરવા બાબતે આવી અને બપોરના સમયે તેણી બે સગીર પુત્રીઓ સાથે સુતા હતા ત્યારે આ રમઝાન ભલુરે બળજબરીથી બળાત્કાર કરેલ હતો અને જતા જતા તેમણે તેમનો વિડીયો ઉતારી લીધેલો છે. તેથી કોઇને કહેશે તો સમાજમાં બદનામ કરી દઇશ તથા તેમના પતિ તથા તેની બન્ને સગીર પુત્રીઓને મારી નાખવાની ધમકી આપી જતો રહેલ. ત્યારબાદ અવાર નવાર ભય બતાવી બતાવી બળાત્કાર ગુજારતો હતો અને પાછળથી તેણીને તલાક લેવા કહેલ અને તેની સાથે નિકાહ પઢશે તેવું જણાવેલ અને ત્યારબાદ તેનાથી એક પુત્રનો જન્મ થયેલો.

આ રમઝાન ભલુર તેમના મળતીયાઓ સલીમ સમા, કમાલ દાઉદ કુરેશી, અબ્બાસભાઇ પીંજારા, સલીમ દેસાડીયાની મદદથી તેઓ એટલે. કે રમઝાન ભલુર આ પીડીતા ઉપર ભય, લોભ-લાલચથી બળાત્કાર ગુજારતો રહેતો અને તા. ર૪-૦૯-ર૦ર૦ના રોજ નુરાની પરામાં રહેતો રમઝાન ભલુરે પીડીતાને નુરાનીપરા ચોકમાં રૂ. પ૦૦૦૦/- લઇ બીજે રહેવા ચાલી જવાની ધાક ધમકી આપતા ત્યાં ઘણા માણસો ભેગા થઇ ગયેલા. આ પીડીતાએ આ રમઝાન ભલુર, સલીમ સમા, કમાલ દાઉદ કુરેશી, અબ્બાસભાઇ પીંજારા, સલીમ દસાડીયા અને રમઝાન સુમાર સામે બળાત્કાર તથા મદદગારીની ફરિયાદ પોલીસ કમિશ્નરશ્રી સમક્ષ ગુનો નોંધવા ફરિયાદ અરજી કરેલ છે. આ કામે વકીલ તરીકે શ્રી બળવંતસિંહ રાઠોડ, નિલેશભાઇ દવે રોકાયેલા છે.

(2:59 pm IST)