Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રિધ્ધી સિધ્ધી સોસાયટીના જીતુભાઇનું યાર્ડના નાલા પાસે પડી ગયા બાદ મોત

રાજકોટ તા. ૨૮: દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટી-૧૮માં રહેતાં જીતેન્દ્રભાઇ ગીરધરભાઇ મકવાણા (મોચી) (ઉ.વ.૪૫) સાંજે માર્કેટ યાર્ડના નાલા નજીક પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. લગ્ન બાદ છૂટાછેડા થઇ ગયા હતાં. પોતે બૂટ ચપ્પલ રિપેરીંગનું કામ કરતાં હતાં અને માનસિક બિમારીની દવા ચાલુ હતી. અચાનક બેભાન થઇ પડી જતાં મોત થયાનું પરિવારજનોએ કહ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)