Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

શિયાળો નજીક હોવાનો અણસાર

ત્રણ દિ'થી મેઘાનો સંપૂર્ણ વિરામ : ચોમાસાએ વિદાય લઇ લીધીઃ આજે વ્હેલી સવારે મિશ્ર હવામાન વચ્ચે નજીવી ઠંડકનો અહેસાસ

રાજકોટ, તા.ર૮ : છેલ્લા ત્રણ દિ'થી મેઘરાજાએ વિરામ લીધો છે અને આગાહી મુજબ ચોમાસુ પણ વિદાય થઇ ગયું છે ત્યારે આજે વ્હેલી સવારે લોકોને હવામાન ફર્યાનો અહેસાસ થયો હતો અને નજીવી માત્રામાં ઠંડક અનુભવી હોય શિયાળો હવે નજીક હોવાનો અણસાર વર્તાયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે આવા વાતાવરણ વચ્ચે બફારાનો પણ અનુભવ થઇ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસોથી સાર્વત્રિક વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ખેડૂતો પણ ખેતી કાર્યમાં વ્યસ્ત થઇ ગયા છે.

આ વખતે મેઘરાજાએ વધુ પડતુ હેત વરસાવી દેતા અનેક જીલ્લાઓમાં પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:48 am IST)