Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રેલનગર અંડરબ્રીજમાં પાણી ભરાયાઃ જોખમી ખાડા તંત્ર જાગેઃ અતુલ રાજાણીનો આક્રોશ

રાજકોટ : વોર્ડ નં.૩માં આવેલ રેલનગર અન્ડરબ્રીજ લોકોના યાતા-યાતનું મહત્વનું માધ્યમ હોય, જે બ્રિજ નિર્માણમાં રેલ્વે અને કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓની અણઆવડતના કારણે. ઘણી ભુલો રહી ગઇ હોય જેના સુધારા કરવા જરૂરી બની રહયા છે, ત્યારે વરસાદી વાતાવરણમાં આ બ્રિજમાં અવર-જવર તદન બંધ થઇ જતી હોય વે, તેમજ વરસાદ રહી ગયા બાદ પણ બ્રિજમાં સતત પાણી ભરાયેલ રહેતું હોય અને મોટા ખાડા પડી ગયા હોવાથી ઘણા લોકો બ્રિજમાં સ્લીપ થઇ જાય છે. અકસ્માતનો ભોગ બનતા હોય છે. વોર્ડના સક્રિય કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપભાઇ આસવાણી તથા વોર્ડ પ્રમુખ ગોૈરવ પુજારા દ્વારા સીટી ઇજનેર, વોર્ડના ડે. ઇજનેર, આસિ.ઇજનેરને ટેલીફોનીક/મોૈખીક ફરીયાદો કરેલ પરંતુ તેનું કોઇ યોગ્ય નિરાકરણ આવેલ ન હતું. આથી કમિશ્નરશ્રીને તા.૨૫ ના રોજ આ બ્રીજનાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમાં રેલનગર બ્રિજમાં સતત ઉપરથી ટપકતું પાણી અટકાવવા, બ્ર્જિમાં રોડ માર્કિગના પટા, વચ્ચેના ભાગે સતત પાણી ભરાયેલ રહે છે તેની કાયમી નિકાલની વ્યવસ્થા, સમયાંતરે સધન સફાઇ, બ્રિજમાં પડેલા ગાબડા અંગે કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી પેનલ્ટી વસુલી રીપેર કરાવવા, રેલનગર અન્ડરબ્રિજના પ્રારંભે મુકાયેલી ગ્રીલની સાઇડમાં વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર અથવા કેનાલ મુકવી વગેરે પ્રશ્નો રજુ કર્યા હતા. તસ્વીરમાં બ્રીજમાં પડેલા ગાબડા તથા પાણી ભરાયેલા દર્શાય છે

(3:57 pm IST)