Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કિડની અને પથરીના જુદા-જુદા ઓપરેશનો વિશે નિષ્ણાંત તબીબોનો સંવાદ

રાજકોટઃ શહેરની ભાગોળે રિજન્સી લગુન રિસોર્ટમાં ચાલી રહેલ કિડની સ્પેશ્યાલિસ્ટ ડોકટરોના મહા અધિવેશનના બીજા દિવસના અંતે અંદાજે ૪૦ થી વધારે કિડની તથા પથરીના જુદા-જુદા આપરેશનો વિશે દેશ-વિદેશથી આવેલ ડોકટરોએ સંવાદ કરી અત્યંત આધુનિક સાધનો વડે થતા ઓપરેશનો વિશે અહેવાલ રજુ કરેલ હતો.

ડો. સુશિલ કારીઓના જણાવ્યા  મુજબ અમેરીકાથી આવેલ ડો. જહોન ડેનસ્ટેડે કિડનીની પથરી માટે વપરાતા આધુનિક પ્લાસ્ટીકના દુરબીન વડે થતા ઓપરેશનો વિશે તેમનું વકતવ્ય આપેલ હતું. ડો. અસિમ શુકલાએ બાળકોને પેશાબની કોથળીમાં થતા જન્મજાત રોગ અને તેની જટીલ સારવાર વિશે ડોકટરોને માહિતી આપેલ હતી.

આ ઉપરાંત, યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડીયાના ભુતપૂર્વ પ્રમુખ ડો. મકરંદ કોચીકર, મહારાષ્ટ્ર, કે જેઓ કિડની તથા પેશાબની કોથળી તથા કેન્સરના સ્પેશ્યાલીસ્ટ છે તેઓએ પેશાબની કોથળીને લગતા કેન્સરના અત્યંત જટીલ ઓપરેશનો વિશે જાણકારી આપેલ હતી. લગભગ ૪૦૦ સ્પશ્યાલિસ્ટ ડોકટરો દૃારા આ અધિવેશનમાં હાજરી આપવામાં આવેલ હતી. અને તે દરમ્યાન રાજકોટના સિનીયર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો દ્વારા આ અધિવેશનમાં હાજરી આપવામાં આવેલ હતી. અને તે દરમ્યાન રાજકોટના સિનીયર સ્પેશ્યાલિસ્ટ ડો. વિવેક જોષી, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. સુશિલ કારીઆ અને ડો. સુધિર શેઠ દ્રારા વિશ્વ વિખ્યાત સ્પેશ્યાલિસ્ટ ડોકટરોનું સન્માન કરવામાં આવેલ તેમ યાદીમાં અંતમાં જણાવાયું છે.

(3:56 pm IST)