Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રેલનગર વિસ્તારમાં પેવિંગ બ્લોક દિવાલ કામનો પ્રારંભ

ખાતમુહુર્તઃ રાજકોટઃ મહાનગરપાલીકા દ્વારા 'જ્યાં માનવી ત્યાં સુવિધા' અને 'સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં. ૦૩માં અમૃતધારા રેસિડન્સી, રેલનગર આસપાસના વિસ્તારમાં અંદાજે રૂ. ૬ લાખના ખર્ચે પેવિંગ બ્લોક તથા હંસરાજનગર ભીડભંજનમાં જયુબેલી જગ્યામા દિવાલ ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડનાં હસ્તે કરવામાં આવેલ. આ કામ પૂર્ણ થતાં વધુ સારા રસ્તાની સુવિધા વિસ્તારવાસીઓને મળતી રહેશે. આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા,વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટર  ગાયત્રીબા વાઘેલા, વોર્ડ નં. ૦૩ના ભાજપના પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રી જગદીશભાઇ ભોજાણી તથા વોર્ડ અગ્રણીય અશોકસિંહ વાઘેલા, હિતેશભાલ રાવલ, મનોજભાઇ લાલ, દિગુભા જેઠવા, અભયભાઇ નાંઢા, હર્ષાબેન સોલંકી, પ્રવિણભાઇ ગોગિયા, હરેશભાઇ જોશી, જનભાઇ રવેલીયા , રાજેશભાઇ દવે, મનહરભાઇ, ધવલભાઇ, રમાબેન સુચક, ગીતાબેન વસાણી, ધીરજભાઇ પંડ્યા, કાન્તાબેન વેકરીયા તથ જેનુભાઇ કોટક, નીલેશભાઇ બુંદેલા, અભયભાઇ નાંઢા,મનોજભાઇ લાલ, ગીતાબેન ઓઝા, જસ્મીનબેન ભાસ્કર,ઉષાબેન મુલચંદાણી, પ્રજ્ઞાબેન ચૌહાણ, પ્રતિકભાઇ દવે, નીતીનભાઇ દવે, કિરણભાઇ ઓઝા, નીખીલભાઇ ભાનુસાળી વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)