Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાઃ ઠેર-ઠેર પાણી ભરાયા

ગઇકાલથી આજ સવાર સુધીમાં ૦II થી ૧ ઇંચ વરસાદ નોંધાયોઃ આજે બપોર સુધીમાં ૪ મી. મી. નોંધાયોઃ મોસમનો ૬૧II ઇંચ વરસાદ થયો

સતત હળવા-ભારે વરસાદી ઝાપટાથી શહેરનાં રસ્તાઓ ત્થા મેદાનોમાં પાણી ભરાયા હતાં જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૮ :.. શહેરમાં ગઇકાલથી સતત હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે. જેના કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતાં.

ગઇકાલે સવારથી આજે સવારે ૭ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ ૦II થી ૧ ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે પણ સવારથી સતત હળવા-ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. અને સવારે ૬ થી બપોરે ર વાગ્યા સુધીમાં ૪ મી. મી. વરસાદ ફાયર બ્રીગેડે નોંધ્યો હતો.

વરસાદનાં ઝોનવાઇઝ આંકડાઓ મુજબ કાલાવડ રોડ અને મધ્ય રાજકોટમાં બપોરે બે વાગ્યા સુધીમાં ૪ મી. મી. અને સામાકાંઠા વિસ્તારમાં ૩ મી. મી. વરસાદ નોંધાયેલ.

સતત વરસાદને કારણે રસ્તાઓ ત્થા મેદાનોમાં પાણી ભરાતાં પ્રાચીન - અર્વાચીન ગરબીનાં આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

(3:40 pm IST)