Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

૧લીથી ૧૬ ઓકટોબર સુધી બરોડા બેંક ઉજવશે કિસાન પખવાડા-કિસાન દિવસ : બેંક ગામડે ગામે જશે

કૃષિ જગત તથા ખેડૂતોના ઉત્કર્ષનો હેતુ : કિસાન મેળા-રાત્રી સભા-કિસાન સંમેલન યોજાશેઃ ખેડૂતોને લોન સહિતની મદદ પૂરી પડાશે : બેંકના જનરલ મેનેજર-ડે. જનરલ મેનેજરે પત્રકારોને આપી માહિતી

બરોડા બેંકના જનરલ મેનેજર તથા ડે. જનરલ મેનેજર પત્રકાર પરિષદને સંબોધતા તસ્વીરમાં દેખાય છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ, તા. ર૮ : જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાએ ખેડૂતોને કૃષિ લોન તથા તેની સાથે જોડાયેલ પ્રોડકટ પ્રતયે જાગૃતતા લાવવાના હેતુથી ૧લી ઓકટોબરથી ૧૬ ઓકટોબર દરમ્યાન 'બરોડા કિસાન પખવાડા તથા ૧૬મીએ બરોડા કિસાન દિવસ' મનાવવાનો નિર્ણય લીધો હોવાનું બેંકના જનરલ મેનેજર સંજીવ ડોભાલ અને પ્રદીપ સચદેવા (ડે. જનરલ મેનેજર)એ આજે પત્રકારોને જણાવ્યું હતું.

સરકારે વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે જે અંતર્ગત સરકારના આ પરયાસોમાં બેંક પોતાનું યોગદાન આપવા આ ઉજવણી કરી રહી છે તેવું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલના માધ્યમથી કિસાનોને બેંકની વિવિધ સેવાઓ સાથે જોડવા, બરોડા કિસાન પખવાડા અંતર્ગત બેંકને અલગ અલગ શાખાઓ દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવશે જેમાં કિસાન મેળો, ગ્રામીણ ઇલકામાં રાત્રી સભા, કિસાનો તેમજ તેમના ખેતીમાં ઉપયોગી એવા પશુઓ માટે સ્વાસ્થ્ય તપાસ શિબિર, કિસાન સંમેલન, આર્થિક સમાવેશન શિબિર, કિસાનોનો સત્કાર સમારંભ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

અમારી બેંકની વિવિધ કૃષિ સંબંધી લોન યોજનાઓ જેવી કે બરોડા કિસાન ક્રેડીટ કાર્ડ (બી.કે.સી.સી.), સખી મંડળ, ગોલ્ડ લોન, કૃષિ વિષયક લોન, ખેતીના વિકાસ માટે આજના યુગના યંત્રો, તેમજ એસ.એમ.ઇ. લોન, રિટેલ બેન્કીંગ વેલ્થ મેનેજમેન્ટ વગેરેના કારોબારનો વિકાસ કરવો. સમગ્ર દેશમાં બેંકની વિવિધ કૃષિ સંબંધી યોજનાઓની જાહેરાત કરવી અને તેનો અસરકારક પ્રચાર કરવો જેથી અમારી બેંક પ્રત્યે ગ્રાહકોણની જાગરૂકતા વધે, નવા કિસાન મિત્રો બેંક સાથે જોડાય અને નવો વ્યવસાય મેળવવાની દિશામાં નક્કર પ્રયાસ થાય. આ બરોડા કિસાન પખવાડા અને બરોડા કિસાન દિવસના આયોજન પાછળ કિસાન ભાઇઓ સાથે વધુ જોડાવું, કિસાન સમૂહ માટે જાગરૂકતા લાવવી અને વધુમાં ભારત સરકાર દ્વારા અને અમારી બેંક દ્વારા કિસાનોની આવક ર૦રર સુધીમાં બમણી કરવી. અમારી બ્રાન્ડ પાવર-'પાવર ઓફ થ્રી'ને ભારત દેશના ગ્રામીણ અને અર્ધ શહેરી ઇલાકામાં મજબૂતી મળે.

એક નવું ડિજિટલ પ્લેટફોર્મ 'બરોડા કિસાન' ની ડિજિટલ યુગને અનુરૂપ કિસાનોની બુનિયાદી આવશ્કયતાઓ માટે શરૂઆત કરવામાં આવી છે જેનાથી કિસનોને મોસમ અંગે પૂર્વાનુમાન, કૃષિ બઝારના રોજના ભાવ, ખેતીની જમીનના સ્વાસ્થય અને બંધારણ માટે જાણકારી અને એવી અન્ય સલાહ અને સમજણ આપતી સેવાઓ તેમાં ઉપલબ્ધ છે અને તેનો લાભ ખેતીના વિકાસ માટે મેળવી શકે.

અમે ઘણી બધી કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓનો સંપર્ક કર્યો છે જેનાથી કિસાનો, વિક્રેતાઓ, અને કૃષિ વિષયક સાધન સામગ્રી વેચતા વ્યાપારીઓને બેંકને વિવિધ લોન સંબંધી યોજનાઓથી વાકેફ કરી શકાય. (૧) સખી મંડળના વિકાસ માટે SRLMની સાથે સંપર્ક : (ર) વેર હાઉસ રિસીટ સામે લોન માટે કોલેટરલ મેનેજનો સંપર્ક,(૩)  ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ (ટપક પદ્ધતિ) માટે ઉત્પાદકોએનો સંપર્ક. (૪) પશુ ધન લોન માટે ડેરી પ્રોસેસિંગ કંપનીનો સંપર્કઃ (પ) અન્ય જરૂરી સંસ્થાઓનો સંપર્ક.

તેમણે જણાવ્યું હતું કે, બેંક દ્વારા કિસાનોનું વિશેષ ધ્યાન રાખતા, બેન્કે ટ્રેકટર લોનની ત્રણ નવી યોજનાઅનો પ્રારંભ કર્યો.

ઓછામાં ઓછા સમયમાંત્વરિત લોન આપી શકે. ગાંધીનગર અને હૈદરાબાદમાં સેટેલાઇટ પ્રોસેગિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી જયાથી ખાદ્ય અને કૃષિ પ્રોસેસિંગ સિવાય બધી જ લોનનું વિના વિલંબે પ્રોસેસિંગ થઇ શકે.

આ પત્રકાર પરિષદમાં બેંકના વરિષ્ઠ અધિકારીઓ વગેરે હાજર રહ્યાં હતાં.

(3:39 pm IST)