Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પોતાના માટે ફ્રી ? પ્રજા માટે ભાડુ વસુલવાનું !! આ કેવું

જેના લકઝરી ભાડા સામે લોકોનો આક્રોશ હતો તે ''કવિ અમૃત ઘાયલ'' હોલની બોણી પણ વિવાદાસ્પદ બની

રાજકોટ તા. ર૮ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પર ૧૯ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ કોમ્યુનિટી હોલના લકઝરી ભાડા બાબતે પ્રજામાં કચવાટ અને આક્રોશ જોવા મળ્યો છે. ત્યારેજ આ નવા હોલની 'બોણી' પણ વિવાદાસ્પદ બની છે.

કેમકે આ હોલમાં આજે  નવા ભાડા જાહેર થયા બાદ સૌ પ્રથમ કાર્યક્રમ કોર્પોરેશને પોતાના માટે યોજયો હતો. પરંતુ આ કાર્યક્રમનું ભાડુ નહી વસુલાય. ખાસ કિસ્સામાં આ હોલ 'ફ્રી' માં અપાયો છે. આમ તંત્રની આ બેધારી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છ.ે

આમ કોર્પોરેશનનો પોતાનો જ આ કાર્યક્રમ આ હોલમાં સૌ પ્રથમ યોજાયો હતો.

નોંધનિય છે કે આ નવા હોલના ભાડા ગઇકાલે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં નિયત થયા છે તે મુજબ શહેરના નાગરિકોને આ હોલ ૧પ થી ૭પ હજારમાં ભાડે આપવાનો ઠરાવ થઇ ગયો છે.

(3:38 pm IST)