Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વર્લ્ડ હાર્ટ ડેઃ ૨૯ સપ્ટેમ્બર માય હાર્ટ, યોર હાર્ટ

એકલતા, હતાશા અને અસુરક્ષાની ભાવના હૃદયરોગ થવા પાછળનું મુખ્ય કારણ છેઃ ડો. ધર્મેશ સોલંકી

રાજકોટઃ સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવાય છે . વિશ્વની જુદી જુદી સંસોધન કરતી સંસ્થાઓ દ્રારા હૃદય રોગને મૃત્યુનું પ્રથમ કારણ જણાવવામાં આવ્યુ છે. ભારતમા હૃદય રોગનુ પ્રમાણ નોન ડાયાબેટીક પુખ્ત વયના લોકોમા૧૧ % જેટલુ દર્શાવામાં આવેલુ છે ,ડાયાબેટીક ર૪% , ૪૦ વર્ષથી નીચેના ૨૫%લોકોને હાર્ટ અટેક આવે છે.૫૦% લોકોમા હાર્ટની બીમારી ૫૦ વર્ષથી નીચેની વયમાં જોવા મળે છે. હદય ને લગતી બીમારીઓ માટે આટલો ઉચો દર ભારત માટે ચીંતાજનક છે.તો આ માટે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે હૃદય રોગને અટકાવવા આટલુ જાણીએ અને કરીએ.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ અને સ્વસ્થ ભારતનુ અભિયાન શરૂ કરેલ છે, તો હુ સ્વસ્થ હૃદય અભિયાનમાં જોડાવા માટે આપ સોને અપીલ કરુ છુ.

હૃદય રોગના મુખ્ય પરિબળો વિશે આપ સૌ પરિચીત છો.જેમકે બ્લડ પ્રેશર,ડાયાબીટીસ , તમાકુ સેવન,કોલેસ્ટેરોલની વધુ માત્રા વિગેરે, ભારતમાં એવુ જોવા મળ્યુ છે કે ઉપરોકત પરીબળો જેવા કે સ્થુળતા (કમરનુ માપ ૩૪ ઈચ કે તેથી વધુ ) હોય તો વ્યાયામ/કસરત નો ફળો અને લીલા શાકભાજીનો અભાવ, લોહીમાં હોમોસીસ્ટીનની વધુ માત્રા,લોહીમાં lp(a) ની માત્રા વધુ એક પ્રકારની ચરબી છે.આ ઉપરાંત ભારતીયો વારસાગત રીતે હૃદય રોગ થવા માટે મુખ્ય કારણ છે. વધારે પડતા મોબાઈલના ઉપયોગને કારણે આપણે એકલતા,હતાશા,અ સુરક્ષાની ભાવના અનુભવીએ છીયે જે હદય રોગ થવા પાછળ એક અગત્યનુ કારણ છે.

તો આ વર્લ્ડ હાર્ટ ડે નિમિતે આપણે શપથ લઈએ જે પરીવારજનો,મિત્રો અને સહકર્મીઓ માટે પણ ઉપયોગી થાશે. દિવસનો એક કલાકનો સમય કસરત, યોગા,મેડીટેશન માટે ફાળવીશ. હંુ બાળકોને શપથ લેવડાવીશ કે તેઓ જંક ફૂડથી દુર રહે અને ફળ,લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખે,આ ઉપરાંત કોઈપણ રમત ગમતમાં ભાગ લેવા ર્સ્માટ ફોન થી દુર રહેવુ.  પૌષ્ટીક અને લો-ફેટ ખોરાક બનાવે .આ ઉપરાંત એકવાર ગરમ કરેલુ તેલ ફરીથી ઉપયોગમા નહી લઉ. 

 ડો. ધર્મેશ સોલંકી

એમડી, ડીએમ,  ડીએનબી (કાર્ડીયોલોજી) એન.એમ. વિરાણી  વોકહાર્ટ હોસ્પિટલ

(3:36 pm IST)