Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગાંધી સંદેશ યાત્રા રાજકોટમાં: આજે- કાલે શહેરમાં ફરશેઃ ઠેર-ઠેર સ્વાગત

સાંજે ૬ કલાકે ગોંડલ ચોકડીએ પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં રેલીનું આગમનઃ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ તા.૨૮: શહેર કોંગ્રેસની યાદી જણાવે છે તા.૨૭ શુક્રવારના રોજ પોરબંદર કીર્તિ મંદિર ખાતેથી ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ દ્વારા ગાંધી સંદેશ યાત્રા''નો પ્રારંભ કરવામાં આવે છે આ યાત્રામાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છે તેમજ ગાંધી સંદેશ યાત્રાને બહોળો પ્રતિસાદ મળેલ છે અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ  છે જ્યારે આજરોજ રાજકોટ શહેરમાં સાંજે ૬ કલાકે આ યાત્રાનું આગમન થવાનું છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગોંડલ ચોકડી ખાતેથી સ્વાગત કરવામાં આવશે તેમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઇ ડાંગર આ યાત્રામાં જોડાયેલ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરોનું સ્વાગત કરશે અને ગોંડલ ચોકડીથી રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ''ગાંધી સંદેશ યાત્રા''નીકળશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો, હોદ્દેદારો રાજકોટ ખાતે પધારી રહેલી ગાંધી સંદેશ યાત્રાનું હાર્દિક સ્વાગત કરાશે.

આ ગોંડલ ચોકળી, રાધે ચોકડી, મવડી ચોકડી, નાના મૌવા સર્કલ, કે કે વી ચોક, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક, કિશાનપરા ચોક, રેસકોર્સ રીંગ રોડ, જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ, એસ્ટ્રોન ચોકની નાગર બોર્ડીગ સહિતના વિસ્તારમાં યાત્રા ફરશે.

આવતી કાલે તા.૨૯ના સવારે ૧૦:૩૦ કલાકે નાગર બોર્ડીગની ડો.યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ જયુબેલી બાગ, ગાંધીજી સ્ટેચ્યુ કૂલ હાર, નાગરિક બેંક ચોક, ઢેબર રોડ, લાખાજીરાજ રોડ, દીવાનપરા, કોઠારીયાનાકા પોલીસ ચોકી, રામનાપરા સ્મશાન પાસેથી ભાવનગર રોડ તરફ, ભાવનગર રોડ, પટેલ વાળી, પાણીનો ઘોડો (બાલક હનુમાન), રણછોડદાસ આશ્રમ, કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, સાત હનુમાન મંદિરથી ચોટીલા જવા પ્રસ્થાન કરશે. આ યાત્રાના ઇન્ચાર્જ પ્રદીપભાઇ ત્રિવેદી અને મનસુખભાઇ કાલરીયા તથા વશરામભાઇ સાગઠીયા અને ભરતભાઇ મકવાણા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમ કોર્પોરેશનના કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે

(3:40 pm IST)