Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પુષ્કરધામ વિસ્તારમાં આધુનિક હોકર્સ ઝોનનું કામ એકાએક બંધ !!

મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી આ કામની વિગતો માંગતા વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયા

રાજકોટ, તા. ર૮ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ વિસ્તારમાં આધુનિક હોકર્સ ઝોન બનાવવા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયની આ કામગીરી એકાએક બંધ થતા પૂર્વ વિપક્ષી ઉપનેતા અને કોંગ્ી કોર્પોરેટર મનસુખ કાલરીયા દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી આ કામની માહિતી આપવા રજુઆત કરવામાં આવી છે.

આ અંગે મનસુખભાઇએ મ્યુ.કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, શહેરના વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ રોડ પરના મનપાના પ્લોટમાં આધુનિક હોકર્સઝોનનું કામ ઘણા સમય અગાઉ મંજુર થઇ, એજન્સી ફિકસ થઇને કામ શરૂ પણ કરવામાં આવેલ. આકામને લગતા ૨૭-૩૦ જેટલા કોલમ જે કાઉન્ડેશનથી પ્લીન્થ સુધી ભરાઇ ગયેલ છે. પરંતુ કોઇ કારણોસર ચાર-પાંચ મહિનાથી આ કામ અચાનક જ બંધ કરી દેવામાં આવેલ છે. આ અંગે જવાબદાર અધિકારીને કોઇજ જવાબ ઉપરોકત સંદર્ભના પત્રોથી માહિતિ માંગેલ પરંતુ આજે એક માસ જેટલો સમય થવા છતા આ કામ અંગેની કોઇ માહિતિ મળેલ નથી.

આ અંગે જરૂરી તપાસ કરાવી, સુચનાઓ આપી યોગ્ય કરશો. આ અંગે તાત્કાલીક ઉકેલ નહી આવે તો આંદોલનની ફરજ પડશે તેમ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

(3:35 pm IST)