Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રાજબેંકની યશકલગીમાં વધુ એક છોગું: પ્રોગ્રેસીવ સહકારી બેંકનો એવોર્ડ એનાયતઃ ૬ વર્ષમાં ૩૩૪ કરોડનો નફો

સફળતાનો યશ ગ્રાહકોના અતુટ વિશ્વાસને આપતા ડિરેકટર જગદીશ કોટડીયા અને સીઇઓ સત્યપ્રકાશ ખોખરા

રાજકોટઃ વર્તમાન સમયમાં હરીફાઈ યુકત, ટેકનોલોજી ડ્રીવન અને એનપીએ રૂપી મહા પડકારજનક બેકિંગમાં અને ખાસ કરીને નોન શેડયુલ્ડ સહકારી બેન્કોમાં નમૂનેદાર કામગીરીથી સમગ્ર સહકારી જગતમાં ડંકો વગાડી સહકારી બેન્કિંગ ક્ષેત્રની ઈમેજ વધારવા હરહંમેશ અગ્રેસર એવી ધી કો-ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ લી. કે જેને લોકો રાજ બેન્કના હુલામણા નામથી ઓળખે છે. આવી રાજ બેન્કની સ્થાપના તા.૨૪-૧૧- ૧૯૮૦ના રોજ સ્થાપક ચેરમેન રમણીકભાઈ ધામીની સાથે સ્થાપક ડીરેકટરો રમણીકભાઈ સેજપાલ, મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફલ્દુ, ગોવિંદભાઈ ખૂંટ, રસીકભાઈ દવે, ભાણજીભાઈ પટેલ, શીરીષભાઈ ધ્રુવ, પ્રવિણભાઈ દવે, માવજીભાઈ પટેલ, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ધીરૂભાઈ ધાબલીયા, કીરીટભાઈ કામદાર, ચંદુભાઈ પાંભર, ગોપાલભાઈ કારીયા, દિનેશભાઇ ડેડાણીયા, વંભદાસ હિરાણી, અરૂણાબો ચુડાસમા, દિવાળી બેન દ્યરસંડીયા, લીલાબેન ધામી અને કમલનયન સોજીત્રાની કાર્યક્ષમ ટીમ દ્વારા ધી કો-ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ લી.નો મજબુત પાયો નાખવામાં આવેલ. રાજ બેન્કની ૩૯ વર્ષની સુંદર યાત્રાનો મુખ્ય શ્રેય બેન્કના ૩ લાખ કરતા વધુ ડીપોઝીટરો ૪- ૮૦ હજાર જેટલા સભાસદો ૪- ૮ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોને બેન્ક પરત્વેનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડીરેકટર્સની બેન્ક તેમજ સમાજ પ્રત્યેની નિર્સ્વાથ સામાજિક ઉત્ત્।રદાયિત્વની ભાવના અને સાથોસાથ ૨૬૫ નિષ્ઠાવાન કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી  હોવાનું યાદીમાં જણાવાયું છે.

 શેર કેપીટલના મહત્વને રાજબેન્કના મેનેજમેન્ટે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાને લઈ ભવિષ્યમાં પણ જયારે શેર મુડી વધારવાને લગતા કોઈપણ નવા નિયમો સહકારી બેન્કો માટે લાગુ પડે અથવા તો એન.પી.એ.નું પ્રમાણ ખૂબ જ વધી જાય તો તેને પહોંચી વળવા માટે રાજબેન્કની શેર મુડી આજની  તારીખે પણ સક્ષમ છે. રાજ બેન્કની માલિકીની મૂડી ૨૪ ટકા કરતા વધુ છે જેમાં રૂ.૧૪૧. કરોડની શેરમુડીનો પણ સમાવેશ થાય છે. સતત ૧૮ વર્ષથી કાયદાની મર્યાદા અનુસાર સભાસદોને ભેટ પણ આપવામાં આવે છે. રાજ બેન્કે અત્યાર સુધી છેલ્લા ૨૧ વર્ષમાં રૂ.૧ ૦ ૦ના ૧ શેર સામે રૂ.૩૧૭ ડીવીડન્ડ સ્વરૂપે તેમજ બેન્કની પડતર કિંમતની ગણતરી ધ્યાને લેતાં ર્ૂ.૫,૫૦ ૮ની કિંમતની સભાસદ ભેટ મળી કુલ ર્ૂ.૧૦૦ના રોકાણ સામે ર.૫,૮ ૨૫ શેર હોલ્ડરોને ડીવીડન્ડ તેમજ ભેટ સ્વરૂપે પરત કરેલ છે. એટલું જ નહી છેલ્લા ૬ વર્ષમાં રૂ.૯૪ કરોડ કરતા વધુ રકમનું ડીવીડન્ડ કાયદાની મર્યાદામાં મંજૂર કરેલ છે.

વર્ષ ૨૦૦૧ની સાલમાં બેન્કની કુલ ડીપોઝીટ રૂ.૧૫૨ કરોડ હતી જે ડીપોઝીટ છેલ્લા ૧૯ વર્ષમાં રૂ.૨,૦૮૩ કરોડની જંગી વધારા સાથે ડીપોઝીટ રૂ.૨,૨૩૫ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેન્કની સીએએસએ ડીપોઝોટનું પ્રમાણ ૩૭ ટકા કરતા વધુ જાળવી રાખવામાં બેન્ક સફળ થયેલ છે. બેન્કના કુલ શેર હોલ્ડર પેકી ૮૦ ટકા જેટલા શેર હોલ્ડરો એ બેન્કના ડીપોઝીટર છે. ડીપોઝીટરની એક લાખ રૂપિયાની ડીઆઈસીજીસીનાં વખતો વખતનાં લાગુ પડતા નિયમોને આધિન વિમાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડીપોઝીટરનાં નાણાંની સલામતિને ધ્યાનમાં રાખી જુદા જુદા ૧ ૮ કરતા વધારે ક્ષેત્રોમાં ધિરાણ લેનાર ગ્રાહકની ધિરાણ પરત કરવાની ક્ષમતા તેમજ આપેલ ધિરાણની સામે આશરે રૂ.૨૦૦૦ કરોડ કરતા વધુ રકમની સ્થાવર મિલકત ગીરો લઈને બેન્કની વખતો વખતની લોન પોલીસી તેમજ આરબીઆઈની વખતો વખતની સૂચનાઓ, માર્ગદર્શનને આધીન ર.૧,૩૮૮ કરોડ કરતા વધારે રકમનું સલામત ધિરાણ કરેલ છે. બેન્ક સ્થાપના કાળથી આજ દિવસ સુધી બેન્કે કયારેય કોઈપણ જાતનું કરજ લીધેલ નથી.

આરબીઆઈની ગાઈડ લાઈન્સ પ્રમાણે રોકાણનું વર્ગીકરણ કરી રોકાણના ભાવમાં ભવિષ્યમાં થનાર વધદ્યટ સામે બેન્કે કરવાની થતી જોગવાઈની સામે બેન્ક દ્વારા જરૂરી જોગવાઇ કરેલી છે. અત્યાર સુધીમાં રોકાણના લે-વેચ થકી બેન્કે રૂ.૩૪ કરોડથી વધુનો નફો કરેલ છે. બેન્કનું રોકાણ રૂ.૧,૨૧.૩ કરોડ કરતા વધુનું છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો ડીપોઝીટરનો ડીપોઝીટ પેકી પ૪ ટકા કરતા વધુ રકમનું સલામત રોકાણ કર ડીપોઝીટરના હીતની રક્ષા કરી અને રોકાણ ઉપર વ્યાજબી વળતર મેળવેલ છે. રોકાણ ઉપર સીકયોરીટી નફા સહિત રોકાણ ઉપર સરેરાશ ૭.૫૦ ટકા કરતા વધુ વળતર મેળવેલ છે.લોન અને ધીરાણમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવાનો અભિગમ ચાલુ રાખી બેન્કનું ધિરાણ ડીપોઝીટના ૬ ૨ ટકા સુધી લઈ જય બેન્કની નફાકારકતાને જાળવી રાખેલ છે. સૌથી અગત્યની વાત એ છે કે રાજ બેન્કમાં છેલ્લા ૬ વર્ષથી બેન્કના સીડી રેશીયો ઓછો હોવા છતાં બેન્કની નફાકારકતામાં એક પણ વર્ષમાં દ્યટાડો જોવા મળેલ નથી જે મેનેજમેન્ટ તેમજ કર્મચારીઓની બનેલી ટીમની વહીવટી કાર્ય કુશળતા દશાર્વે છે. રાજ બેન્કની રીકવરીની ટીમ ખૂબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક આયોજન બધ્ધ રીતે રીકવરીનાં પ્રમાણિક પ્રયાસો વર્ષોવર્ષ કરે છે. જેના માટેનો તમામ શ્રેય બેન્કના તમામ ધિરાણકારો કે જેઓએ સમયસર વ્યાજ અને હસ્તા ભરપાઈ કરેલ છે તેઓને તેમજ બેન્કના રીકવરી સાથે સંકળાયેલ નિષ્ઠાવાન કર્મચારી કે જેઓએ તેમની ફર યથાયોગ્ય રીતે બજાવી તેઓને જાય છે.

 બેન્કના ઈતિહાસમાં બજારની પરિસ્થતિને આધીન સૌપ્રથમ વખત થયેલા એનપીએના તમામ ખાતાઓમાં વાસ્તવિક રીતે વસૂલાત દ્વારા એન.પી.એ.ખાતાઓ અને રકમ દ્યટાડવા માટેના આયોજનનો એક એકશન પ્લાન બનાવેલ છે. તે અનુસંધાને બેન્કની ધારણા પ્રમાણે તા.૩૧-૦૩-૨૦૨૦ સુધીમાં ફરીથી બેન્ક ઝીરો નેટ એન.પી.એ.નું સ્ટેટસ મળવાની પૂરેપૂરી શકયતા છે. કારણ કે બેન્ક દ્વારા છેલ્લા ૨ ૬ વર્ષથી ઝીરો નેટ એન.પી.એ. સ્ટેટસ જાળવેલ પરંતુ પૂરા થતાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯નાં અંતે ૨ ટકા કરતાં ઓછું સામાન્ય નેટ એન.પી.એ. થયેલ છે.

બેન્કના કર્મચારીઓની ગ્રેચ્યુઈટી તેમજ રજાના પગાર ચૂકવવા અંગેની ભૂતકાળની તમામ જવાબદારીનાં ખર્ચ માટે પણ બેન્કે પુરેપુરું પ્રોવિઝન કરેલ છે અને હાલમાં કર્મચારીઓની નિવૃત્ત્િ।નાં લાભો સુરક્ષિત કરવાનાં આશયથી બેન્કે ર્ર.૧ ૦ કરોડ કરતાં વધુ રકમનું સુરક્ષિત રોકાણ કરેલ છે અને આ રોકાણ દ્વારા બેને દર વર્ષે આશરે ર્ર.૯૧. લાખ કરતાં વધુની આવક થશે. બેન્કમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ ર્ર.૭ લાખ જેટલો છે જયાર એક કર્મચારી દીઠ નફો રૂ.૨૬ લાખ કરતાં વધારે છે. જે સમગ્ર સહકારી બેર્ન્કિંગ ક્ષેત્રમાં ઉત્ત્।મ માપદંડ ગણી શકાય. સાથોસાથ એક કર્મચારી દીઠ કુલ બિઝનેસ રૂ.૧૩ કરોડ જેટલો છે. બેન્કના કર્મચારીઓની સમક્ષ ટીમ દ્વારા છેલ્લા ૧૯ વર્ષમાં લોન ડોકયુમેન્ટ ચાર્જ, બેન્ક ગેરેન્ટી અને એલ.સી.કમિશન સ્વરૂપે જી-સેક પ્રોફિટ મળી કુલ વ્યાજ સિવાયની (નોન-ઈન્ટરેસ્ટ) આવક રૂ.૧૪૮ કરોડ કરતાં વધુ થયેલ છે, જેની સામે કુલ પગાર ખર્ચના રૂ.૧૬ ૧ કરોડ જ થયેલ છે. એટલે કે વાસ્તવમાં ૧૯ વર્ષમાં માત્ર રૂ.૧૨ કરોડનો જ સ્ટાફનો પગારનો ખર્ચ બેન્કની વ્યાજ આવકમાંથી ખર્ચ ખાતે ઉધારેલ છે.

 બેન્કની કુલ ૨૭ શાખાઓ જે પેકી ૧૫ શાખાઓ માલિકીના મકાનમાં કાર્યરત છે. તમામ શાખાઓ વાતાનુકુલિત, અતિન સુવિધાસભર અને લોકર સુવિધા સાથેની છે. ફ્રી ચેકબુક, રૂ-પે ડેબીટ કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ તથા ઈમેઈલથી સ્ટેટમેન્ટ સાથે ગ્રાહકો માટે સવારનાં ૧૦થી બપોરના ૪ સુધી અવિરત બેર્ન્કિંગ સેવાઓ આપવામાં આવે છે. રાજ બેન્ક ગુજરાતની નાગરિક બેન્કો પૈકીનું એક ઉત્ત્।મ દ્યરેણું છે જેનું માન ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ પણ છે અને છેલ્લા ૧૯ વર્ષમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ જીતેલ છે. બેન્કના સીઈઓને મોટી સહકારી બેન્કોની કક્ષામાં બેસ્ટ સીઈઓ તરીકેનો તેમજ બેસ્ટ યુથ સીઈઓનો એવોર્ડ ભૂતકાળમાં મળેલ છે, બેસ્ટ બેન્ક તેમજ બેસ્ટ ચેરમેન તરીકેનો એવોર્ડ પણ મળેલ છે.

તા.૨૪-૧૧-૧૦૯૮ ૦થી શરૂઆતના ૩૩ વર્ષમાં બેન્કના બિઝનેસમાં રૂ.૧૮૭૦ કરોડ અને કુલ ૩૩ વર્ષનો નફો રૂ.૨૧૩ કરોડ જેટલો થયેલ છે. જયારે સહકારી ક્ષેત્રના પડકારજનક બેર્ન્કિંગના છેલ્લા ૬ વર્ષમાં બેન્કના બિઝનેસમાં ર્ર.૧,૭૫૩ કરોડ અને રૂ.૩૩૪ કરોડનો નફો કરેલ છે.

 પ્રોગ્રેસીવ સહકારી બેન્ક તરીકેનો એવોર્ડ સ્વીકાર કર્યા બાદ ડિરેકટર જગદીશભાઈ કોટડિયા તેમજ સીઈઓ સત્યપ્રકાશ ખોખરાની સંયુકત યાદી જણાવે છે કે જયાં સંદ્યર્ષ નથી ત્યાં કોઈ પ્રગતિ થતી નથી. ટીમ રાજ બેન્કે આ વાતને પણ ખૂબ જ હકારાત્મક રીતે લઈ અને છેલ્લાં ૬ વર્ષમાં સતત સંદ્યર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંદ્યર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવેલ છે. કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહી સફળતા મેળવવા ૧૦૦ ટકા પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા ૧.૫૦ ટકા પ્રયાસો કરવા પડે છે. ઉત્ત્।મ ગ્રાહક સેવા થકી સફળતમ રહેવું ટીમ રાજ બેન્કને જરૂર ગમે છે. રાજ બેન્કની સફળતા અને અવિરત પ્રગતિનો શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણિકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણિકભાઈ સેજપાલ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ (ભૂતપૂર્વ વાઈસ ચેરમેન, રાજ બેન્ક) તેમજ બેન્કના ભૂતપૂર્વ ચેરમેન મધુસુદનભાઈ દોગા, ભૂતપૂર્વ વાઈસ ચેરમેન જગજીવન સખિયા, ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટરઓ, પ્રવર્તમાન ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રવર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સના સતત માર્ગદર્શન તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ તથા રાજ બેન્કના કર્મચારી પરિવારની ટીમ વર્કના ફાળે જાય છે તેવું રાજ બેન્કના ડિરેકટર જગદીશભાઈ કોટડિયા અને જીએમ એન્ડ સીઈઓ સત્યપ્રકાશ ખોખરાની સાથે થયેલ ગોષ્ઠીમાં તેઓ દ્વારા જણાવેલ છે. પ્રોગ્રેસીવ કો-ઓપરેટિવ બેન્કના એવોર્ડ માટેનો શ્રેય બેન્કના ચેરમેન ચંદ્રકાંતભાઈ પોપટભાઈ પટેલ, ડિરેકટર જગદીશભાઈ કોટડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સના અન્ય સદસ્યઓ અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ બેન્કના ગ્રાહકો, થાપણદારો, ધિરાણધારો, કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ, બેન્કના ભૂતપૂર્વ બોર્ડ મેમ્બર્સ, બેન્કના ભૂતપૂર્વ કર્મચારીઓ અને પ્રવર્તમાન બોર્ડ મેમ્બર્સના તમામ સભ્યોના ફાળે અર્પણ કરેલ છે.

(3:34 pm IST)