Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગાંધી વિચારધારા અંતર્ગત પરીક્ષા : વિનામૂલ્યે પુસ્તક અર્પણ

રાજકોટ : ગાંધી જયંતિ ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીયશાળામાં શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ તેમજ લોકવિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે તા.૨૯-૯ થી ૨-૧૦ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજીત ગાંધી વિચારધારા અંતર્ગત પરીક્ષા યોજવામાં આવેલ. જેમાં મહાત્મા ગાંધી ટ્રસ્ટ સંચાલિત સ્કુલ, કોલેજોના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. ભાગ લીધેલ સર્વને વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, પ્રિન્સીપાલ યજ્ઞેશભાઈ જોષી તથા સ્મિતાબેન ઝાલા હાજર રહેલ. આગામી ૨જી ઓકટોબર સુધીના વિવિધ કાર્યક્રમોમાં ગાંધી કવીઝ, વકતૃત્વ સ્પર્ધા તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

(3:33 pm IST)