Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ચેક પાછો ફરવા અંગેની ફરીયાદના કેસમાં

રાજકોટના કોન્ટ્રાકટરને છ માસની સજા-વળતરનો હુકમઃ ધોરાજી કોર્ટનો ચુકાદો

ધોરાજી, તા., ર૮: ધોરાજી અહીના ચીફ મેજી. શ્રી પંડયાની કોર્ટમાં નેગો. ૧૩૮ મુજબની ફરીયાદ રણજીતસિંહ પ્રભાતસિંહ વાઘેલા-ભાડેર વાળાએ ધોરાજીના ધારાશાસ્ત્રીશ્રી બાબુલાલ જાગાણી તથા મહેષ ઠેસીયા મારફત રાજકોટના રહેવાશી મહેષ વીરજી ગજેરા સામે દાખલ કરેલ. જે ફરીયાદ કેસ ચાલી જતા તેમજ ફરીયાદ પક્ષે જુદી જુદી હાઇકોર્ટના ચુકાદા રજુ કરતા તેમજ ફરીયાદી-આરોપીની જુબાની લેતા ફરીયાદી તેનો કેશ સાબીત કરી શકયા અને ધોરાજીના જજશ્રી પંડયાએ ફરીયાદીની જુબાની-કેશ કાગળો રજુઆત ગ્રાહય રાખેલ અને આરોપી મહેષ વીરજી ગજેરા કે જે રાજકોટનો રહેવાસી છે. કોન્ટ્રાકટર છે તેને કસુરવાર ઠેરવી છ મહિનાની જેલ તથા રૂ. ૭,૯૬,૭પ૦ ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને જો ન ચુકવે તો બીજી ત્રણ મહિનાની સજા કરતો હુકમ ફરમાવેલ છે સદરહું કેસમાં ફરીયાદ પક્ષે યુવા ધારાશાસ્ત્રી બાબુલાલ જાગાણી તથા મહેષ ઠેસીયા રોકાયેલ હતા.

(3:31 pm IST)