Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મવડી વિસ્તારમાં : બાંધકામ સાઇટોના ખાડામાં ગંદા પાણીના તળાવડા : મચ્છરોનો ઉપદ્રવ : કોંગ્રેસ આંદોલન કરશે

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૧ માં સમાવેશ થતા મોવડી વિસ્તારના બાપા સિતારામ ચોક પાસે બિલીપત્ર એપાર્ટ. પાસે આવેલા ગેલ પાર્ક શેરી-૧ની બાજુમાં ઘણાં લાંબા સમય થયા એક એપાર્ટમેન્ટની બાંધકામ સાઇટ લગભગ ૬ થી વધુ ફુટ પાણી ભરેલ છે જે આ પાણીના કારણે આજુબાજુના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે, જેના કારણે આ વિસ્તારમાં લગભગ ૧૦ થી ૧૫ જેટલા ડેંગ્યુના કેસ પણ નોંધાયેલા છે. આ બાબતે અવારનવાર મહાનગરપાલિકામાં  ફરીયાદ પણ કરવામાં આવી છે,પણ યોગ્ય નિકાલ થયેલ નથી. આ બાબતે આ વિસ્તારના કોર્પો. ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા તાકિદે તપાસ કરીને આ અંગે અધિકારીઓને જાણ કરવા છતાં પણ પગલા લેવામાં નથી આવ્યા. ઙ્ગત્યારે આ પ્રશ્ન હલ કરવા માંગ કરવામાં આવી છે.

જો આ પ્રશ્નનું તાત્કાલીક નિરાકરણ કરવામાં નહીં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે તેમ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

(3:31 pm IST)