Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

શ્રી ખોડીયાર ગરબી મંડળ - મવડી

રાજકોટ : શહેરની ભાગોળે મવડી ગામ શ્રી રામધણ આશ્રમ પાછળ આવેલ પટેલ પાર્ક મેઈન રોડ ખાતે શ્રી ખોડીયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૫ વર્ષથી આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. શ્રી આઈ શ્રી ખોડીયાર ગરબી મંડળની ૫૫ બાળાઓ ટેપના માધ્યમથી અવનવા સ્ટેપ ઉપર રાસની તાલીમ લે છે. નવરાત્રી દરમિયાન ગરબી મંડળની બાળાઓના રાસ નિહાળવા વધુ સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આઈ શ્રી ખોડીયાર ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા ભાવેશભાઈ બાલધા, અનિલભાઈ અકબરી, કેતનભાઈ ગમઢા, પ્રકાશભાઈ કાનાણી, ભરતભાઈ વેજપરા, પરેશભાઈ, સંજયભાઈ, હસમુખભાઈ, કોર્પોરેટર સંજયભાઈ અજુડીયા સહિતના સેવા બજાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)