Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સાંજે સહિયરના મેદાનમાં બહેનોના રાસોત્સવ

આરાધ્ય કલબ દ્વારા ૧૨માં વર્ષે આયોજનઃ વિશેષ મહાઆરતી

રાજકોટ,તા.૨૮: આરાધ્ય કલબ દ્વારા સતત ૧૨માં વર્ષે એક દિવસીય રાસોત્સવનું વિશિષ્ઠ આયોજન આજે શનિવારે સહિયર રેસકોર્ષ ખાતે સાંજે ૭ વાગ્યે મહાઆરતીથી રાસોત્સવની શરૂઆત થશે.

માત્ર બહેનો માટે જ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારજનો માટે અલગ ગેલેરી- સ્ટેડીયમસીટીંગ તથા સિકયોરિટી બંદોબસ્ત રાખવામાં આવેલ છે. તેજસ શીશાંગીયાના શબ્દ સંચાલન સાથે તેમનું સંગીતવૃંદ જીલ એન્ટરટેઈનમેન્ટ કરશે સ્વરકારો રાહુલ મહેતા, ચાર્મી રાઠોડના કંઠે ગરબાની તાલે બહેનો રાસની રમઝટ બોલાવશે. સહિયર રાસોત્સવના આયોજકો સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહજી જાડેજા અને યશપાલસિંહ જાડેજાનો આ  તકે વિશેસ આભાર માનતા આરાધ્ય કલબના પરાગ દૂધરેજિયા, સંજય શાહના માર્ગદર્શનમાં નિલેશ શીશાંગીયા, સંજય શાહ, પરાગ દૂધરેજિયા, પ્રતિક પોપટ, મેહુલ ચૌહાણ, વિક્રમ બોરીચા, નીખીલ ગોંડલીયા, ભાવેશ વિસરીયા અને ગજેન્દ્ર  ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે. વધારે વિગત માટે મો.૯૮૯૮૯ ૨૩૮૦૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:30 pm IST)