Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

બાળ ખેલૈયાઓ કનૈયાનંદ રાસોત્સવને ચાર ચાંદ લગાડશેઃ નાગર બોર્ડિંગના મેદાનમાં જમાવટ

રાજકોટ,તા.૨૮: સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના બાળકો માટે કનૈયાનંદ રાસોત્સવનું ટાગોર રોડ ઉપર નાગર બોર્ડિંગના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. સરગમ કલબના માર્ગદર્શક અને કર્ણાટકના રાજયપાલ વજુભાઇવાળા તથા રાજયના મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણી નું માર્ગદર્શન મળી રહે છે.

આવતીકાલે પ્રથમ નોરતે કનૈયાનંદ રાસોત્સવ માણવા માટે મેયર બીનાબેન આચાર્ય, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મહેશભાઈ રાજપૂત, આશિષભાઇ વાગડીયા, જીતુભાઇ ભટ્ટ, જયેશભાઇ ઉપાધ્યાય, રાજુભાઈ પટેલ, વિજયભાઈ પરમાર, કમલેશભાઈ આંબલીયા, સુરેશભાઈ પરમાર સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.

પરમાર કિશોર મંડપ સર્વિસના મધુભાઈ પરમાર, મહેતા લાઇટિંગવાળા પરાગભાઇ મહેતા, હમામ સાઉન્ડવાળા ડી.જે.હાથી, મેલોડી કલર્સના મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને રહીમ શેખ, અલ્પેશ રાઠોડ, રોશની વગેરે સિંગરો અને સ્નેપ શોટના કિરીટભાઈ માણેક અને ડો. હેમાંગ વસાવડા તેમજ  એન્જલ પમ્પ, શ્રીરામ પાઇપ, મૌલેશભાઇ પટેલ, સ્મિતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઇ ઘોડાસરા, રાકેશભાઈ પોપટ, નીરજભાઈ આર્ય, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઇ પટેલ, જીતુભાઇ ચંદારાણા, કિશનભાઇ શાહ, સુરેશભાઈ નંદવાણાં, બિપીનભાઈ હડવાણી, નીખિલભાઈપટેલ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરીયા, નરેશભાઈ લોટીયા, જીતુભાઇ બેનાણી , ભુપતભાઇ બોદર , હેતલભાઈ રાજગુરૂ, હરેશભાઇ લાખાણી , શૈલેષભાઇ માંકડિયા , યોગેશભાઈ પુજારા, રાજનભાઈ વડાલીયા, મનીષભાઈ માદેકા અને એમ.જે.સોલંકીનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ આયોજનને સફળ બનાવવા માટે ગુણવંતભાઈના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, શિવલાલભાઈ રામાણી ઉપરાંત ઉષાબેન પટેલ, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી , જશુમતીબેન વસાણી, મનસુખભાઈ ધંધુકિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:29 pm IST)