Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ડી.એચ.ના મેદાનમાં કાલથી સરગમી ગોપી રાસોત્સવ શરૂ

મહેમાનોની ઉપસ્થિતિમાં બહેનો રમશે રાસઃ દરરોજ ઈનામોની વણઝાર

રાજકોટ,૨૮: સરગમ લેડીઝ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો માટે ગોપી રાસોત્સવનું ડી.એચ.કોલેજના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતે મહાનુભાવોની હાજરીમાં આ રાસોત્સવનો શાનદાર પ્રારંભ થશે. ગોપી રાસોત્સવની વિશેષતા અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, પારિવારિક બેઠક વ્યવસ્થા, ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને જાણીતા સિંગરો છે. કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળા તથા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળી રહે છે.

 

આવતીકાલે ગોપી રાસોત્સવ માણવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અરવિંદભાઈ દોમડીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, જયોતીન્દ્રભાઈ મહેતા, નરેન્દ્રસિંહ જાડેજા, કેતનભાઈ મારવાડી, ખોડીદાસભાઈ પટેલ, શિવલાલભાઈ આદ્રોજા, ઈન્દુભાઈ વોરા, નીતિનભાઈ ઢાંકેચા, શશિકાન્તભાઈ કોટિચા, વેજાભાઇ રાવલિયા , જીતુભાઇ ચંદારાણા, બિપીનભાઈ હડવાણી , રામભાઈ મોકરિયા, ભાવેશભાઈ પટેલ, રાજાભાઈ હિન્દુજા, જયેશભાઇ લોટીયા,અર્જુનભાઈ શીંગાળા, મનીષભાઈ માદેકા, દિનેશભાઇ ગોળવાલા, કિશોરભાઈ કોટક, રાજેશભાઈ લીંબાસીયા, દીપકભાઈ ઠુમ્મર, શૈલેષભાઇ ગોવાણી , તરૂણભાઇ સાગર અને અમિતભાઇ ભાણવડીયા, રાજેશભાઈ પોબારુસહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. 

ગોપી રાસોત્સવ માટે  શિક્ષણ વિભાગ તેમજ ડી.એચ. કોલેજના પ્રિન્સિપાલ, પરમાર કિશોર મંડપસર્વિસના માધુભાઈ પરમાર, મહેતા લાઇટિંગવાળા પરાગભાઇ મહેતા, અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જે.ના હિમાંશુભાઈ ચાવડા, મ્યુઝિકમેલોઝના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓર્કેસ્ટ્ર અને હેમંત પંડ્યા, સોનલ ગઢવી, નિલેશભાઈ પંડ્યા અને એનાઉન્સર રસ્મીબેન માણેક વગેરે સિંગરો અને સ્નેપ શોટના કિરીટભાઈ માણેકનો સહયોગ મળેલ છે. આ આયોજનને સફળ બનાવવા માટે ગુણવંતભાઈના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, સ્મિતભાઈ પટેલ ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા અને ડો. માલાબેન કુંડલીયા ઉપરાંત ભરતભાઈ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્ર શેઠ, રાજભા ગોહિલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:28 pm IST)