Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આ વર્ષે નવરાત્રી સર્જાશે સંખ્યાબંધ શુભ સંજોગો ભકતો પર વરસશે માં દુર્ગાની કૃપા

શકિતની આરાધનાનું પર્વ નવરાત્રી આવતીકાલથી પ્રારંભ થવાનું છે. દેવીભાગવત પુરણમાં બતાવેલ નિયમ પ્રમાણે આ વખતે માં દુર્ગા હાથી પર સવાર થઇને પધારશે. જે સારા વરસાદ અને ખેતીમાં લાભનું સુચક છે. આ વર્ષે નવરાત્રીમાં ૮ અત્યમંત શુભ સંયોગ બની રહ્યા છે. જેસાધકો અને માતાના ભકતો માટે શુભ બનવાના છે.

(૧) નવરાત્રીનો પ્રારંભ ૨૯ સપ્ટેમ્બરથી થાય છે અને તે દિવસે કળશ સ્થાપના થશે. આ કળશ સ્થાપનાના દિવસે સર્વાર્થ સિધ્ધિ યોગ, અમૃત સિધ્ધિ યોગ અને દ્વિ પુષ્કર નામનો યોગ બનવાનો છે. એટલે નવરાત્રીના પ્રારંભમાં જ આવા શુભ સંયોગ આ નવરાત્રીને ખાસ બનાવશે.

(૨) કળશ સ્થાપનાના દિવસે જ સુખ સમૃધ્ધિના કારક ગ્રહ શુક્રનો ઉદય થવો અત્યંત ફળદાયક માનવામાં આવે છેે શુકનું ઉદિત થવું ભકતો માટે સુખ સમૃધ્ધિ દાયક છે. આ નવરાત્રીમાં માતા દુર્ગા ઉપાસના કરીને આર્થિક મુશકેલીઓ દુર કરી શકાય છે.

(૩) આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ હસ્તી નક્ષત્રમાં થવાનો છે. ૨૬ નક્ષત્રોમાં ૧૩મું હસ્તી નક્ષત્રને શુભ માનવામાં આવે છે. તેનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. આ નક્ષત્રને જ્ઞાન, મુકિત અને મોક્ષ પ્રદાન કરનાર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કળશમાં પાણી ભરીને પુજાનો સંકલ્પ લેવો શુભ ફળદાયક મનાય છે.

(૪) આ વખતની નવરાત્રી નવ દિવસની છે. એવું માનવામાં આવે છે કે આવું બનવું દુર્લભ સંયોગ હોય છે. કેમ કે ઘણી વાર તિથિઓનો ક્ષય થવાથી નવરાત્રીના દિવસો ઘટી જાય છે.

(૫) આ નવરાત્રીમાં બે સોમવાર અને બે રવિવાર આવે છે જે ફળદાયક ગણાય છે. પહેલા સોમવારે દેવી બ્રહ્મચારીણીની પુજા અને છેલ્લા સોમવારે નોમના દિવસે સિધ્ધ દાત્રીની પુજા થશે. નવરાત્રીમાં બે સોમવારે હોવા શુભ ફળદાયક છે.

(૬) આ વર્ષે નવરાત્રીમાં બીજા અને ચોથા દિવસે અમૃત સિધ્ધિ યોગ બનવાનો છે.

(૭) આ નવરાત્રીમાં ત્રીજા, છઠ્ઠા અને સાતમા દિવસે રવિયોગ બની રહ્યો છે. નવરાત્રીમાં ત્રણ દિવસ રવિવારે બનવો બહુ શુભ ગણાય છે.

(૮) આ વર્ષેની નવરાત્રી એટલા માટે ખાસ છે કે આ વખતે આખી નવરાત્રી દરમ્યાન જ સર્વાર્થ સિધ્ધિ યોગ બનવાના છે. આ યોગ ૨૯ સપ્ટેમ્બર, ૨,૬ અને ૭ ઓકટોબરે થશે. આ દિવસોમાં સાધકોને સિધ્ધી પ્રાપ્ત કરવાની પુરતી તક મળવાની છે. આ યોગમાં બધા પ્રકારના શુભ કામો શરૂ કરી શકાય છે.

(3:27 pm IST)