Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કાલથી સિંધી સમાજના રાસલીલા રાસોત્સવ : ૪ હજાર ખેલૈયાઓ ઝુમશે

સિંધી સમાજ - રાજકોટ દ્વારા કાઠીયાવાડ જીમખાના ખાતે સતત પાંચમા વર્ષે પારિવારિક માહોલમાં આયોજન : મેદાનમાં એલઈડી લાઈટીંગની સુવિધા : દરરોજ લાખેણા ઈનામોની વણઝાર

રાજકોટ, તા. ૨૮ : ચાર વર્ષથી રાસરસીયાને ઘેલુ લગાડતા સિંધી સમાજ રાજકોટ અને રાસલીલા કલબ દ્વારા સતત પાંચમા વર્ષે પણ ભવ્ય રાસલીલા મેગા નવરાત્રી મહોત્સવ - ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે.

શહેરના હાર્દસમા કાઠીયાવાડ જીમખાના ગ્રાઉન્ડ ખાતે રાસલીલા તા.૨૯-૯ થી તા.૮-૧૦ સુધી દરરોજ રાત્રે ૮:૩૦ કલાકથી આકાર લેશે. જયાં દરરોજ ૪ થી ૫ હજાર ખેલૈયાઓ પારિવારિક અને નયન રમણીય વાતાવરણમાં રાસ ગરબા રમશે.

ગ્રાઉન્ડ ડિઝાઈન વોર્મલાઈટ લાઈટીંગ, ફલોરીંગ, મેટીંગ, ખેલૈયાઓ તથા પ્રેક્ષકોની સુગમ એન્ટ્રી, એકિઝટ, વીઆઈપી એરેન્જમેન્ટ ઉપરાંત સમગ્ર ગ્રાઉન્ડ ઉપર સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર અને જડબેસલાક સુરક્ષા - વ્યવસ્થા પર ધ્યાન અપાઈ રહ્યુ છે. ગાયકો દ્વારા ખેલૈયાઓને જોશ આપશે. ૧ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ્સ રાખવામાં આવી છે. દરરોજ લાખેણા ઈનામોની વણઝાર થશે. દરરોજ બેસ્ટ ગ્રુપને વિશેષ ઈનામ અપાશે. મેગા ફાઈનલમાં ત્રણ ગ્રુપને મેગા ઈનામો અપાશે. દરરોજ પ્રિન્સ - પ્રિન્સેસને ઈનામોની વણઝારથી નવાજાશે.

રાસલીલાને સફળ બનાવવા પ્રમુખ લીલારામ પોપટાણી, બ્રીજલાલ સોનવાણી, આત્મારામ બેલાણી, ક્રિપાલદાસ કુંદલાણી, ઠાકુરદાસ મધનાણી, કુમારભાઈ વાસદેવાણી, જગદીશભાઈ મંગનાની, બીપીનભાઈ મોટવાણી, શ્યામભાઈ ચંદનાણી, જગદીશભાઈ મંદાણા, મુકેશભાઈ તનવાણી, મહેન્દ્રભાઈ થાવરાણી, મોહનભાઈ ચૌધરી, જીતેશભાઈ પુનવાણી, રાજુભાઈ કેશવાણી, નિર્મલભાઈ ક્રિપલાણી, રાકેશભાઈ ચાંદ્રા, ક્રિશ્નાણી, નિશાંતભાઈ હરીયાણી, ભરતભાઈ પોપટાણી, નિલેશભાઈ ગંગવાણી, રામભાઈ આસવાણી, દુર્ગેશભાઈ ધનકાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ રાસોત્સવમાં શ્રી સંત શ્રી ટહેલીયારામ દરબાર સિંધી પંચાયત, શ્રી કોહીસ્તાન સિંધી પંચાયત - રાજકોટ, શ્રી લાડી લોહાણા સિંધી પંચાયત, શ્રી સંત શ્રી ટહેલીયારામ દરબાર પંચાયત  (લેડીઝ સંચાલિત), શ્રી ઓમ નમઃ સેવા ફાઉન્ડેશન, શ્રી ભાનુશાલી સિંધી પંચાયત, શ્રી બ્રહ્મક્ષત્રિય સિંધી સમાજ, શ્રી સિંધી સોશ્યલ ગ્રુપ - વેસ્ટ, શ્રી ભારતીય સિંધુ સભા અને શ્રી ભારતીય સિંધુ સભા મહિલા મંડળનો સહયોગ મળેલ છે.

(3:26 pm IST)