Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પીજીવીસીએલના હાઇલેવલ અધિકારીએ ટ્રાફીક નિયમો અંગે પરીપત્ર બહાર પાડી કર્મચારીઓમાં ભય ફેલાવ્યો?!

રાજકોટના નાગરીક રમેશ મહીડાનો કર્મચારીઓ વતી આક્ષેપો ફરીયાદઃ કલેકટર-કમીશ્નરને નકલો મોકલી...

રાજકોટ તા. ર૮ :.. શહેરના રમેશભાઇ મહીડાએ પીજીવીસીએલના કર્મચારીઓ વતી એક નિવેદનમાં ઉમેર્યુ છે કે પીજીવીસીએલના એક હાઇલેવલ અધિકારીએ ટ્રાફીક નિયમો અંગે ગેરકાયદે પરીપત્ર કાઢીને કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ફેલાયેલ છે.

નિવેદનમાં ઉમેયું છે કે સરકારે ટ્રાફીક નિયમોનું પાલન કરાવવા માટે તત્પરતા રાખેલ છે તે ખુબ જ સરાહનીય છે.

પરંતુ પીજીવીસીએલના આ અધિકારીએ પોતાને મળેલ હોદાનો દુરઉપયોગ કરીને અને પોતાના કાર્યક્ષેત્રમાં ન આવતા, અને ફકત ટ્રાફીક પોલીસના કાર્યક્ષેત્રમાં આવતા ટ્રાફીક નિયમો અંગે ગેરકાયદે ઉપરોકત અનુસંધાનનો પરીપત્ર કાઢીને કર્મચારીઓ પાસેથી દંડની વસુલી કરીને કર્મચારીઓમાં ભયનું વાતાવરણ શરૂ કરેલ છે.

આ અધિકારી હંમેશા પોતાના કાર્યક્ષેત્રની બહારના નિર્ણયો લઇને નિયમોનો ભંગ કરે છે. આ પહેલા આ અધિકારીએ ર૦૧૬-૧૭ દરમિયાન પોતાના લાગતા વળગતા નાયબ ઇજનેરોને કાર્યપાલક ઇજનેરના પ્રમોશન આપી દીધેલા હતા, પણ પછી ભાંડો ફુટતા આ બધા ઇજનેરોને પાછા નાયબ ઇજનેરો બનાવી દેવા પડેલા.

અમારા જાણવા મુજબ આ પીજીવીસીએલના આ અધિકારીએ ટ્રાફીકના  નિયમોના ઉલંઘન પર કોઇને દંડ કરવાની સતા નથી. છતાંય ઉપરોકત પરીપત્ર બહાર પાડીને પીજીવીસીએલના કર્મચારીઓમાં એચ. આર. સેકશનનો ભય પેદા કરવાનું કામ કર્યુ છે. જે કાયદાની વિરૂધ્ધ છે. અને અપરાધ છે. 

(1:36 pm IST)