Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

માધાપરમાં જગ્યા ખાલી કરી ભાગી જવા કહી દેવીપૂજક દંપતિ પર હુમલો

સગો નાનો ભાઇ, તેની પત્નિ, બહેન સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૮: માધાપરમાં દ્વારકાધીશ પેટ્રોલ પંપ નજીક ઢાળ પર રહેતાં અને ભંગારની ફેરી કરતાં દેવીપૂજક શૈલેષ મગનભાઇ મકવાણા (ઉ.૩૪) પર તેના જ સગા નાના ભાઇ વિપુલ મકવાણા, વિપુલની પત્નિ પૂજા તેમજ બહેન રીટા સહિતે છરી-ધોકાથી હુમલો કરી તેમજ ઇંટ પાણકાના ઘા કરી ઇજા કરતાં તેને બચાવવા પત્નિ ભાવના મકવાણા (ઉ.૩૩) વચ્ચે આવતાં તેને પણ ઘાયલ કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. શૈલેષના કહેવા મુજબ પોતે જ્યાં રહે છે ત્યાંથી જગ્યા ખાલી કરી ભાગી જવાનું કહી વારંવાર ભાઇ-બહેન સહિતના માથાકુટ કરે છે. ગત સાંજે પણ આ કારણે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(1:36 pm IST)