Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગંજીવાડામાંથી થોરાળા પોલીસે ૭૨ બોટલ દારૂ પકડ્યોઃ ધર્મેશ દેત્રોજીયાની શોધખોળ

રાજકોટ તા. ૨૮: થોરાળા પોલીસે ગંજીવાડા-૧માં દરોડો પાડી રૂ. ૨૮૮૦૦નો ૭૨ બોટલ દારૂ કબ્જે કર્યો છે. આ દારૂ ધર્મેશ કાનજીભાઇ દેત્રોજીયાનો હોવાનું ખુલ્યું છે. તે હાજર ન મળતાં ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

પ.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ આર.એમ. કોટવાલ, પી.ડી. જાદવ, હેડકોન્સ. ભૂપતભાઇ, કોન્સ. નરસંગભાઇ, આનંદભાઇ, કનુભાઇ, વિજયભાઇ, રોહિતભાઇ, સહદેવસિંહ, આશિષભાઇ અને ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આશિષભાઇ, રોહિતભાઇ અને ધર્મેન્દ્રસિંહની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.

(1:35 pm IST)