Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ધ્રોલના ૧૪ લાખના દારૂમાં પોણા બે વર્ષથી ફરાર શાકીર ઉર્ફ અઢાર - અઢાર પકડાયો

માલવીયાનગર પોલીસે ખોડિયારનગરમાંથી પકડી લીધો

રાજકોટ તા. ૨૮: ગોંડલ રોડ ખોડિયારનગર-૬માં રહેતો શાકિર ઉર્ફ અઢાર-અઢાર ઓસમાણભાઇ સપા (ઉ.૨૭) ધ્રોલ પોલીસ સ્ટેશનના પોણા બે વર્ષ પહેલાના ૧૪ લાખના દારૂના ગુનામાં ફરાર હોઇ તેને માલવીયાનગર ડી. સ્ટાફના મશરીભાઇ ભેટારીયા, ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી તેના ઘર નજીકથી ઝડપી લઇ ધ્રોલ પોલીસને સોંપાયો છે.

પોણા બે વર્ષ પહેલા ધ્રોલ પોલીસે જીજે૦૩બીટી-૭૮૧૨ નંબરની બોલેરો પકડી હતી. તેમાંથી ૧૫૭૮ બોટલ દારૂ અને ૧૪૪ બીયર મળ્યા હતાં. આ ગુનામાં શાકીરનું નામ ખુલતાં ત્યારથી સતત ફરાર હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમની સુચના હેઠળ પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ ચંપાવત, એએસઆઇ વેલુભા, દિગપાલસિંહ, કુલદીપસિંહ, યુવરાજસિંહ, દેવાભાઇ, ભાવીનભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(1:35 pm IST)