Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જંગલેશ્વરનો ફારૂક એકટીવામાં ૧૦ રૂપિયાની છરી સાથે પકડાયો

રાજકોટ તા. ૨૮: જંગલેશ્વર શેરી નં. ૩ હુશેની ચોકમાં રહેતો ફારૂક આદમભાઇ પઠાણ (ઉ.૧૯) એકટીવા જીજે૦૩એલસી-૩૬૫૧માં છરી રાખીને કોઠારીયા રોડ ૫૦ ફુટ રોડ પર સુતા હનુમાન મંદિર પાસેથી નીકળતાં ભકિતનગર પોલીસ મથકના દિવ્યરાજસિંહ ઝાલાએ પકડી લીધો હતો. પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમ સ્પેશિયલ ડ્રાઇવમાં રાતે નીકળ્યા ત્યારે આ શખ્સ મળી આવ્યો હતો. ૩૫ હજારનું વાહન તથા રૂ. ૧૦ની કિંમતની છરી કબ્જે કરવામાં આવી હતી.

(11:16 am IST)