Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ડુંગળીના ભાવો યાર્ડમાં દબાયા પરંતુ શહેરમાં ફેરીયાઓ 'બેફામ' : પુરવઠા તંત્ર 'નાળચું' એ તરફ

આજે પણ ૧૮ ટ્રક માલ આવ્યોઃ ભાવો ૫૫૦ થી ૭૦૦ યથાવતઃ રોજેરોજ સ્ટોક આપવા આદેશો... : છુટક ફેરીયાઓ વધુ ભાવો પડાવશે તો એ લોકો સામે કડક પગલા લેવાશે..

રાજકોટ તા. ૨૮: ડુંગળીના ભાવો આસમાને પહોચતા ગઇકાલે બપોર બાદ ડીએસઓ શ્રી જેગોડા, ચીફ સપ્લાય ઈન્સપેકટર શ્રી હસમુખ પરસાણીયા તથા અન્યોએ યાર્ડના મોટા ૨૦ વેપારીઓ સાથે મીટીંગો યોજી હતી. તેમા રોજ ૨૦ ટ્રક માલ આવતો હોવાનુ તારણ નીકળ્યુ હતુ. અને ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને અસર થતા  તથા ડુંગળીની  સીઝન મોડી શરૂ થતા ભાવો ધારણા કરતા વધુ ઉંચા ડામનું તારણ નીકળ્યુ હતુ.

દરમિયાન આજે પણ ૧૮ ટ્રક ડુંગળીના આવ્યા હતા, અને ભાવો મણના ૫૫૦ થી ૭૦૦ જ બોલાયા હતા અને પુરતી આવક હોવાનુ ઉમેરાયુ હતુ.

વેપારીઓએ ઉમેર્યુ હતુ કે યાર્ડમાં ભાવો  વધુ નથી  પણ શહેરમાં છુટક ફેરીયાઓ અને પરા વિસ્તારમાં શાકભાજીવાળા બેફામ ભાવો લે છે, ૫૦ થી ૮૦ સુધીના ભાવો લેતા હોય, લોકોમાં દેકારો મચી ગયો છે.

આ વિગતો જાણ્યા  બાદ પુરવઠા તંત્રે પોતાની નજર છુટક ફેરીયાઓ ઉપર દોડાવી છે,

હવે અમૂક વિસ્તારો, શાક માર્કેટમાં ચેકીંગ કરી જ્યાં  વધુ ભાવો લેવાતા હશે તો કડક કાર્યવાહી અંગે  ચેતવણી આપી છે.

(11:15 am IST)