Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સ્ટેન્ડીંગ કમીટીમાં ઉંચા ભાવના કોન્ટ્રાકટ મંજુર કરી પ્રજાને રર.પ૧ લાખનો ધુમ્બો

પાઇપ લાઇન કોન્ટ્રાકટમાં ૭.૩૭ લાખ અને ડ્રેનેજ ફરિયાદમાં ૧પ.૧૮ લાખ વધારે ચુકવાશેઃ વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહનો વિરોધ

રાજકોટ તા. ર૭ :.. આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર થયેલ બે કોન્ટ્રાકટરમાં શાસકોએ ઉંચા ભાવો મંજૂર કરીને પ્રજાની તીજોરીને કુલ રૂ. રર.પ૧ લાખનું નુકશાન પહોંચાડયાનાં આક્ષેપો સાથે વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ બન્ને દરખાસ્તનો વિરોધ કર્યો હતો.

આ અંગે તેઓએ એક યાદીમાં જણાવ્યું છે કે સ્ટેન્ડીંગ કમીટીમાં વોર્ડ નં. ૭ માં હમુ ગઢવી નાલા આગળ રેલ્વે ટ્રેક પાસેથી રામકૃષ્ણ વેસ્ટ મેઇન રોડ થઇ રેવન્યુ સોસા.-૧ સુધી ૪પ૦ મી. મી. ડી. આઇ. પાઇપ લાઇન નાખવાનું કામ માટે અંદાજીત રૂ. ૩૪,૧૩,૦૦૦ મંજૂર કરવામાં આવેલ તેમની સામે આ કામગીરી માટે વધારાના ર૧.૬૦ ટકા વધુ ભાવ ચુકવણા સાથે રૂપિયા ૪૧,પ૦,ર૦૮-૦૦ ચુકવાશે. એટલે કે વધારાના રૂ. ૭,૩૭,ર૦૮-૦૦ જેવી રકમ ચુકવાશે. જેમાં અમારો વિરોધ છે.

આજ પ્રકારે વોર્ડ નં. ૭ માં ભુર્ગભ ગટર ફરીયાદોનો નિકાલ માટેની દરખાસ્તમાં પણ અંદાજે રૂ. ર૩,૩૬,૦૦૦-૦૦ જેવી રકમ મંજૂર કરવામાં આવેલી છે.

જે વધારાના ૬પ ટકા વધુ ભાવ ચુકવીને રૂ. ૩૮,પ૪,૪૦૦ ની મંજૂરી આ દરખાસ્તમાં પણ વધારાની રકમ રૂપિયા ૧પ,૧૮,૪૦૦ વધારીની ચુકવાશે.

આ દરખાસ્તમાં પણ વિરોધ દર્શાવાયો છે.

નોંધનીય છે કે વોર્ડ નં. ૭ માં દરરોજ ૧૦૦ ભુગર્ભ ગટરની ફરીયાદ ઉકેલાઇ રહી છે અને વર્ષ ૩૬૦૦૦ ફરીયાદોનો નિકાલ થતો હોવાનું ઇજનેરોએ જણાવેલ.

(8:42 am IST)