Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આમ્રપાલી ફાટક અંડરબ્રીજના ટેન્ડરનો પાંચમો પ્રયાસઃ કોર્પોરેશને વધારાના ૩.૭પ કરોડની રકમ મંજુર કરી

સ્ટેન્ડીંગ કમીટીમાં ર૭ દરખાસ્તોને લીલીઝંડીઃ કુલ ર.૩પ કરોડના કામો મંજુર કરતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ર૭ : શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક ખાતે બનાવવામાં આવનાર અન્ડરબ્રીજ માટે રેલ્વેએ અગાઉ ૪ વખત ટેન્ડરો પ્રસિદ્ધ કરેલ જેમાં કોઇએ ભાગ નહી લેતા હવે પાંચમી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરાશે. જો કે આ વખતે બ્રીજની ડીઝાઇનમાં રહી ગયેલ ''ડસ્ટ ફુટ પાથ'')ની ભુલ સુધારીને નવુ ટેન્ડર પ્રસિદ્ધ થશે આ માટે મ્યુ.કોર્પોરેશન રેલ્વેને વધારાના ૩.૭પ કરોડ ચુકવવાના થાય છે. જેને આજે સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર કરાયેલ.

રામનાથપરા સ્મશાનને રંગરોગાન

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમીટીમાં રામનાથપરા સ્મશાનમાં નવુ કલર કામ, લાદીઓ નાંખવા સહીત કુલ રર લાખના ખર્ચે રિનોવેશનની દરખાસ્ત મંજુર થયેલ હતી. જયારે ૧-૮૪ લાખની કર્મચારી તબીબી સહાય, ૩.૯૩ લાખના વોટર વર્કસના કામો રપ-૯૯ લાખજી સ્વીમીંગપુલ મશીનરી, ૩૮.પ૪ લાખના ભૂગર્ભ ગટરના કામો સહીતની કુલ ર૭ દરખાસ્તોનો નિર્ણય લઇ અને કુલ રૂ. ર.૩પ કરોડના વિકાસ કામોનો સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે લીલીઝંડી આપી હતી.

(3:27 pm IST)