Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

૧૯૬૭માં મનોહરસિંહજી દાદા અને સ્‍વ. ચીમનકાકા એક સાથે જંગી બહુમતીથી ચુંટાયેલા

 રાજકોટઃ૧૯૬૭ ની ધારાસભાની ચુટણીમાં રાજકોટમાંથી બે ધરખમ નેતાઓ ચુંટાયા હતા. જેઓએ ગુજરાતના રાજકારણમા બહુ મોટો ભાગ ભજવ્‍યો હતો. રાજકોટ ૧ની સીટ ઉપરથી સ્‍વ શ્રી મનોહરસિહજી જાડેજા સ્‍વતંત્ર પક્ષ ( નીશાન - તારો) ના ઉમેદવાર તરીકે અને રાજકોટ ૨ની સીટ ઉપર થી સ્‍વ શ્રી ચીમનભાઈ શુકલ ભારતીય જનસંઘ (નીશાન- દીપક) ના ઉમેદવાર તરીકે ભવ્‍ય ને જંગી બહુમતી થી ચુંટાયા હતા આ બન્ને દીગ્‍ગજ નેતાઓ સંયુક્‍ત રીતે ચુંટણી પ્રચાર કરેલ એટલે ભવ્‍ય વિજયી સરઘસ પણ સાથે કાઢેલ, રાજકારણ મા જીવન ભર સામા પક્ષે સંઘર્ષ કર્યો છતા બન્ને એ રાજકારણમા ઉચ્‍ચ સંબંધોને ખાનદાની રાખેલ જેના આજે પણ દાખલા દેવાય છે.

(4:34 pm IST)