Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કારોબારી રોકવાનો અર્જુન ખાટરિયાનો પ્રયાસ નિષ્ફળ

વિકાસ કમિશનરે સ્ટે. ન આપ્યો

રાજકોટ તા. ર૮ : પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાઅ અગાઉની કારોબારીનો મામલો હાઇકોર્ટમાં પડતર હોવાનું કારણ આગળ ધરી વિકાસ કમિશનર પાસેથી સ્ટે. મેળવવા ગઇકાલે અરજી કરેલ પણ કમિશનરે તેમની માંગણી ફગાવી દીધી હતી. આજે કારોબારી બેઠકના પ્રારંભે ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયાએ વિકાસ કમિશનરના નિર્ણયની માહિતી આપી હતી.

(4:34 pm IST)