Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

નોરતાના વધામણાઃ કાલે વેલકમ નવરાત્રી

બહેનો-બાળકો-સિનિયર સીટીઝન બહેનો રાસે રમશેઃ ડીજેના સથવારે ખેલૈયાઓ ઝુમશેઃ એકલવ્‍ય સ્‍કુલ શાળા નં.૨૬ના બાળકો પણ ભાગ લેશેઃ લાખેણા ઇનામો વણઝાર

 રાજકોટઃ તા.૨૮, શહેરના જંકશન પ્‍લોટ દરવાહવાળા મેઇન રોડ ઉપર ઠકકરબાપા પ્રાથમીક શાળા નં.૨૬ એકલવ્‍ય સ્‍કુલ ખાતે આવતીકાલે તા.૨૯ના શનિવારે સાંજે ૪ થી ૮ દરમિયાન બહેનો અને બાળકો માટે દાંડીયા રાસનું આયોજન કરવામાં આવેલ છે.

ડીજેના સથવારે આયોજીત બહેનો, બાળકો અને વડીલ બહેનો માટે યોજાએલ રાસોત્‍સવમાં બહેનો ૫૦ વર્ષથી ઉપરના તેમજ બાળકો ગ્રૃપ એ ૫ થી ૧૦ અને બી ગૃપ ૧ થી ૧૫માં ભાગ લેશે. રાસ રમવાના પાસ સ્‍થળ ઉપરથી પણ મળી શકશે.

 આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, કાશ્‍મીરાબેન નથવાણી, વિણાબેન પાંઘીમીનાબેન જસાણી, આર.ડી. ગ્રુપના જયોતિબેન પોપટ ઉપસ્‍થિત રહેશે. એડવોકેટ મીનલબેન સોનપાલ કાર્યક્રમનું સંચાલન કરશે

 આયોજનને સફળ બનાવવા આયોજકો રીટાબેન સેજપાલ (મો.૯૮૯૮૫ ૩૫૯૫૧), વર્ષાબેન કકકડ (મો.૯૯૯૮૭ ૧૧૭૫) અને મધુબેન ખોલીયા (મો.૯૮૨૫૮ ૮૨૫૧૧) જહેમત ઉઠાવી રહયા છે.

(4:34 pm IST)