Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

'દાદા'ની વિરલ રાજકીય સફરઃ નાણામંત્રી પદે યશસ્વી કામગીરી કરી હતી

રાજકોટઃ ગુજરાત વિધાનસભામાં ૧૯૬ર થી ૧૯૯૦ સુધી પાંચ-પાંચ વખત ધારાસભ્ય અને ૧૯૮૦ થી ૧૯૮પ તેમજ ૯૪ થી ૯પ વચ્ચે કેબીનેટ મંત્રી રહી ચુકેલા મનોહરસિંહજી જાડેજાએ ગુજરાતના નાણામંત્રી પદે યશસ્વી કાર્યો કર્યા હતા.  જો કે  જે જે વિભાગના તેઓ મંત્રી રહયા તે તે વિભાગમાં તેમણે પ્રજાલક્ષી કાર્યો કર્યા   હતા. ૧૯૯૮ થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે સેવાઓ આપી હતી. રાજકારણ અને સંસદીય કાર્યપ્રણાલીમાં તેઓ આજ પર્યન્ત મોખરાનું સ્થાન ધરાવે છે. દાદા અને સ્વગર્થ સનત મહેતા કે જસવંત મહેતાની પ્રશ્નોતરી, પોઇન્ટ ઓફ ઓર્ડર, ગુજરાતની ધારાસભાને સતત જીવંત રાખતી હતી. રેલ્વે, એરપોર્ટ, ઔદ્યોગીક વિકાસ જેવા મહત્વના પ્રશ્નો માટે તેઓ સતત સક્રિય રહયા હતા. હાલના પીપાવાવ પોર્ટના વિકાસમાં નાણા અને બંદરોના મંત્રી તરીકે દાદાનું મહત્વનું યોગદાન રહયું હતું. સિંચાઇ, ખેડુત, વિદ્યુત પુરવઠો, રાજકોટની પાણી સમસ્યા સહિત અનેકવિધ  પ્રજાકીય પ્રશ્નોમાં આંદોલનાત્મક કાર્યક્રમોમાં તેમણે આગેવાની લીધી હતી. હાલની રાજનીતીમાં પ્રચલીત છે તેવી ખંડનાત્મક, હિંસક કે જાહેર માલ-મિલ્કતને નુકશાનકર્તા કોઇ પ્રવૃતિમાં ભાગ લેવાથી દાદા દુર રહેતા અને પોતાના કાર્યકરોને પણ દુર રાખતા. મેટોડા જીઆઇડીસીમાં જમીન સંપાદનમાં પણ તેમનો સિંહફાળો રહયો હતો. આવનાર કોણ છે? તે નહિ પણ પ્રશ્ન છું છે? તેને જ દાદા અગત્યનો માનતા તેવું એક સમયે તેમના કાર્યાલય મંત્રી રહી ચુકેલા રાજીવ વછરાજાનીએ જણાવ્યું હતું.ં રાજકીય કારકીર્દી દરમિયાનના તસ્વીરી સંસ્મરણોમાં પ્રથમ તસ્વીરમાં તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરને કોઇ બાબતે રજુઆત કરતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં રાજકોટના પુર્વ મેયર અરવિંદભાઇ મણીયાર મનોહરસિંહજી જાડેજાને સાથે  કોઇ મુદ્દે ચર્ચા-ખુલાસો કરતા નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના ચુંટણી પ્રચાર વખતે સતત સાથે રહેલા દાદા, નીચેની તસ્વીરમાં સભા સંબોધતા દાદા, તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહજી સોલંકી અને અન્ય રાજકીય અગ્રણી સાથેની તસ્વીર ઉપરાંત નીચેની તસ્વીરમાં બંન્ને સિનીયર અગ્રણીઓ સ્વ.દાદા અને હેમંતભાઇ પટેલ સાથે સ્થાનીક કોંગ્રેસના આગેવાનો સ્વ.ગજરાજસિંહ (બેબી કાકા), સ્વ. મહિપતસિંહ જાડેજા (ઘંટેશ્વર) ત્યાર બાદની બીજી તસ્વીરમાં  અહેમદભાઇ અને મનોહરસિંહજી સાથે કોંગ્રેસના યુવા નેતા અશોકસિંહ વાઘેલા, પરકીન રાજા, સભાયા નજરે પડે છે.

(4:29 pm IST)