Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બૌદ્ધિસત્વ આંબેડકર બૌદ્ધવિહાર ટ્રસ્ટ દ્વારા રવિવારે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ તા. ર૮ : બૌધીસત્ય આંબેડકર બૌદ્ધ વિહાર ટ્રસ્ટના માધ્યમથી અને ડોકટર્સ એસોસીએશનના સહયોગથી ભીમાસ મેડીકો મેગા કેમપ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા. ૩૦ રવિવારે સવારે ૯ થી ૧ સુધી બૌધીસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર કણકોટ પાટીયા પાસે કાલાવડ રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

સર્વરોગ નિદાન કેમ્પમાં ડો.રસીક ડાભી (એમ.એસ. ઓર્થોપેડીક, હેડઓફ ઓર્થો ડીપા.ઓફ સિવિલ હોસ્પીટલ, રાજકોટ), ડો. હિમાંશુ એન.પરમાર (એમ.એસ.ઓર્થોપેડીક એન્ડ સ્પાઇન સર્જન સીવીલ હોસ્પીટલ રાજકોટ), ડો. પ્રકાશ પરમાર (એમ.એસ. ઓલ્સ એન્ડ ગાયનેક) ડો. હિરેન ખીમસુરીયા (બી.ડી.એસ. દાંતના નિષ્ણાંત) ડો. કરિશ્મા મીખસુરીયા (ફેમીલી ફીજીશ્યન) ડો. શિલ્પા વાઘેલા (હોમીયોપેથી કન્સલટન્ટ) ડો. સત્યેશ સોલંકી (હોમીયોપેથીક કન્સલટન્ટ), ડો.ચીરાંગ શાકય (ફમીલી ફીઝીશયન), ડો. મુકેશ ચાવડા (ફેમીલી ફીઝીશ્યન), ડો. હાર્દિક વાઘેલા (ફેમીલી ફીઝીશ્યન) વગેરે ડોકટર્સ, સેવા અપવા માટે હાજરી આપશે. કેમ્પના આયોજક ડો. કિરણ સોંદરવા (બીએચએમએસ સી.જી.ઓ.) ડો. વિશાલ ચાવડા (બીએચએમએસ) ડો. મનીષ સુમાણિયા (બીએચએમએસ) ડો. કૃણાલ ઝાલા (બીએચએમએસ) ડો. અભય ચાવડા (બીએચએમએસ) પણ સેવા આપશે.

આ કેમ્પને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક મોહનભાઇ રાખૈયા (પ્રમુખ બૌધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર ટ્રસ્ટી), ડાયાભાઇ શેઠીયા (મહામંત્રી ટ્રસ્ટ), રવજીભાઇ પરમાર (ખજાનચી) વલ્લભ સાગર દેંગડા, રમેશભાઇ મકવાણા, ગૌતમ ચકવર્તી, છગનભાઇ ચાવડા, જીતેન્દ્ર મહિડા, દિનેશભાઇ સોંદરવા, બૌધીરાજ બૌધ્ધ, પુનાભાઇ સોલંકી, મોહનભાઇ રાઠોડ, દિનેશભાઇ પડાયા, વિજયભાઇ બગડા, આનંદ વાણિયા, મેઘજીભાઇ બાબરીયા, મોહનભાઇ ખીમસુરીયા, વિનુભાઇ વણોલ, રાજુભાઇ મકવાણા, રત્નપાલ વાઘેલા, ભરતભાઇ બગડા, ખોડાભાઇ, રાઠોડ, ગૌતમ ભારતી, રામજીભાઇ બાબરીયા, છગનભાઇ ચંદ્રપાલ, મનોજ ચૌહાણ, ગૌતમ દાફડા, રમેશ મુંધવા, કુલદીપ ખીમસુરીયા, માવજીભાઇ રાખસીયા, મનુભાઇ પરમાર, દિપંકર સુમન, કમલેશ પારધી વિનોદ વાઘેલા જીજ્ઞેશ મુછડીયા વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:27 pm IST)