Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પપ સમાજો વડાપ્રધાનને સત્કારશેઃ લોકો-સંસ્થાઓમાં અદમ્ય ઉત્સાહ

૮ સર્કલો ઉપર પ્રજાલક્ષી યોજના આધારીત સુશોભનઃ માર્ગો પર હોર્ડીંગ-પોસ્ટર્સ-બેનરો લાગ્યાઃ પૂર્વ તૈયારી અર્થે બેઠક

રાજકોટ : વૈશ્વિક કક્ષાના મહાનુભાવોએ જે વિચારસરણી સાંપ્રત સમયમાં દુનિયાની અહમ જરૂરીયાત ગણાવી છે તે ગાંધી વિચારસરણીને તાદ્રશ્ય કરતા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું તા. ૩૦ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે ત્યારે રાજકોટની મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ) નવા કલેવર સજી ચૂકી છે. જયારથી પ્રોજેકટના અમલવારીની શરૂઆત થઇ હતી ત્યારથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની જનતામાં ઉત્કંઠા જોવા મળી રહી છે. ગાંધીજીના સત્ય, અહીંસા, અપરિગ્રહ, અસ્તેય અને સહિષ્ણુતા જેવા આદર્શોને વધુને વધુ જનમાનસમાં પ્રસ્થાપીત કરી શકાય તે રીતે મ્યુઝિયમ બનાવવામાં આવ્યુ છે. જે દેશ ઉપરાંત વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બનશે. આ કેન્દ્રમાં ગાંધીજીના સ્મરણો તથા જીવનચરિત્રને તાદ્રશ્ય કરવામાં આવેલ છે. જેના માટે આધુનિક મલ્ટીમીડીયા, ડીઝીટલ ટેકનોલોજીના માધ્યમથી મીની થીએટર, મોશન ગ્રાફીકસ તેમજ થ્રી-ડી પ્રોજેકટ મેપીંગ અને કટઆઉટ દ્વારા ગાંધીજીની સ્મૃતિને જીવંત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ગુજરાતના સપૂત, દિર્ઘદ્રષ્ટા અને દેશને વિશ્વગુરૂ બનાવવા માટે સતત પ્રયત્નશીલ એવા લોકલાડીલા પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ૩૦ સપ્ટેમ્બરના રાજકોટ પધારનાર છે. વડાપ્રધાનશ્રીને આવકારવા રાજકોટ શહેરના પ્રજાજનો અને સ્વૈચ્છીક સંસ્થાઓમાં અદમ્ય ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સંસદીય કારકીર્દીની શરૂઆત વડાપ્રધાન શ્રીએ રાજકોટથી ચૂંટણી લડીને કરી હતી અને  ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા હતાં. રાજકોટવાસીઓને આ માટે જ વડાપ્રધાન પોતીકા નેતા લાગે છે. વડાપ્રધાનશ્રીને આવકારવાનો અદમ્ય ઉત્સાહ જોતા આ સાબીત થાય છે. એક મોટા લોક ઉત્સવ તરીકે પ્રસંગને ઉજવવા માટે લોકો દ્વારા સ્વયંભુ રોશની, સુશોભન, કરવામાં આવી રહ્યું છે.  પ્રધાનમંત્રી જે માર્ગ ઉપરથી પસાર  થવાના છે તે માર્ગો ઉપર જાયન્ટ સાઇજના હોર્ડિગ્સ, પોસ્ટર્સ અને બેનરો લગાવવામાં આવી રહ્યા છે. આશરે ર૬ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમન લોકાર્પણ ઉપરાંત અંદાજે બાવીસ કરોડ રૂપિયાના  ખર્ચે આઇ-વે પ્રોજેકટ ફેઝ ટુ ત્થા આશરે સુડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે છસ્સો ચોવીસ લાભાર્થીઓ માટેની પ્રધાનમંત્રી આવસા યોજના સહિત ઇનીશીએટીવ ફોર સ્વચ્છ રાજકોટ યોજનાનું લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે. રાજકોટમાં આઇ-વે ફેઝ એકના સફળ પ્રયોગ બાદ ફેઝ બે  પ્રોજેકટના લોકાર્પણ બાદ રાજકોટની સુરક્ષા વ્યવસ્થા ચાક-ચોબંધ થઇ જશે. શહેરની વિવિધ સ્વૈચ્છીક અને શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનશ્રીના રૂટમાં આવતા આઠ જેટલા સર્કલોને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના થીમ આધારીત બનાવીને સુશોભીત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના પપ જેટલા વિવિધ જ્ઞાતિ મંડળો-સમાજો દ્વારા વડાપ્રધાનશ્રીનું ઉષ્માપુર્ણ સ્વાગત કરવા માટેનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં જૈન સમુદાય, આર્ટ ઓફ લીવીંગ, સરસ્વતી શિશુ મંદિર, આર. કે. યુનિવર્સિટી, ગાર્ડી કોલેજ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ માર્કેટીંગ યાર્ડ, રાજકોટ બિલ્ડર્સ એસો., દિકરાનું ઘર, સદ્ગુરૂ મહિલા મંડળ, આત્મીય યુનિ., મારવાડી યુનિ., સરગમ કલબ, રાજકોટ ડેરી, અક્ષર મંદિર, સંસ્થા, મેડીકલ કોલેજ, ગાયત્રી પરિવાર, વી. વી. પી. એનજી. કોલેજ, પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા જેવી અન્ય સંસ્થાઓ વડાપ્રધાનના આગમનને વધાવવા સહયોગ આપવા આગળ આવી રહી છે. પ્રવચનને સાંભળવા વિવિધ શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા ર૦૦ જેટલી બસો પુરી પાડવામાં આવનાર છે. ચૌધરી હાઇસ્કુલના સભા સ્થળે પહોંચનાર વાહનોને પાર્કીંગ માટે રેસકોર્ષ ક્રિકેટ સ્ટેડીયમ પાસે અને શાસ્ત્રી મેદાન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, મ્યુનિ. ફાઇના. ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, અને તેની ટીમ જહેમત ઉઠાવી રહ્યાનું ભાજપ પ્રવકતા રાજૂભાઇ ધ્રુવની યાદીમાં જણાવેલ છે.

(4:26 pm IST)