Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મ્યુનિ. કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી એટ્રોસીટીના ગુનામાં પકડાયેલ પાંચ ભરવાડ શખ્સોને શંકાનો લાભ

રાજકોટ તા. ર૮: જ્ઞાતી પ્રત્યે હડધુત કરી મ્યુનીસીપાલીટી કર્મચારીની ફરજ પર રૂકાવટ કરી ગંભીર ઇજા પહોંચાડવા સબબ થયેલ કેસમાં પકડાયેલ ભરવાડ આરોપીઓને શંકાનો લાભ આપીને અદાલતે છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છેકે તા. ૧૦-૧-ર૦૧૪ના રોજ રૈયા રોડ, તીરૂપતી નગર પાસે, ઢોર પકડ પાર્ટી પર ઢોર પકડતી દરમ્યાન ભરવાડ લોકોએ મ્યુનીસીપાલીટી કર્મચારીને ઢોર પકડતા અટકાવી લાકડી વડે કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચાડવા તથા મ્યુનીસીપાલીટી કર્મચારીઓ જ્ઞાતી પ્રત્યે અપમાનીત શબ્દો કહી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા અંગે ગાંધીગ્રામ પો. સ્ટે.માં આ કામના ફરીયાદી ૧. સતીષ દેવજીભાઇ સોલંકીએ ભરવાડ આરોપીઓ (૧) બહાદુર ઘુસા સિંધવ, (ર) કરણભાઇ ઉર્ફે જગા દેવકરણભાઇ જોગરાણા, (૩) લાલા જોગાભાઇ સોહલા, (૪) વિજય ઉર્ફે અજય જસાભાઇ પરમાર (પ) ગોપાલ ઉર્ફે અજય ગોકાભાઇ જોગરાણા રહે. વૈશાલીનગર, રૈયા રોડ વાળા વિરૂધ્ધ ફરીયાદી તથા તેની સાથેના પાંચ કર્મચારી તથા પશુપાલનના ડોકટર તથા અધિકારીઓને ઢોર પકડતા દરમ્યાન ફરજમાં રૂકાવટ કરી જ્ઞાતી રત્યે હડધુત કરી લાકડીઓ વડે ગંભીર ઇજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ થયેલ ફરિયાદ અંગે આરોપીઓની ધરપકડ કરતા આરોપીઓ સામે ગાંધીગ્રામ પોલીસે સ્પે. કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું.

આ કેસમાં બચાવ પક્ષે રોકાયેલ સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ રોહીતભાઇ બી. ઘીટાએ એવી દલીલ તથા રજુઆત કરેલ કે આ કેસમાં બનાવ જાહેર રોડ પર બનેલ છે. પરંતુ જાહેર રોડ પર અવર જવર કરતા વ્યકિતઓ અથવા જાહેર રોડ પર આવેલ દુકાન પૈકમી કોઇપણ વ્યકિતઓ કે આરોપીઓ ફરીયાદીને પોતે જ્ઞાતીથી ઓળખતા હોય તેવું પ્રોસીકયુશને સાબતી કરેલ નથી. તેમજ પ્રોસીકયુશન તરફથી હાલના કર્મચારીઓ કાયમી નોકર છે તેવું પણ રોસીકયુશન દસ્તાવેજી પુરાવાથી સાબીત કરી શકેલ નથી. જયારે ફરજ પર રૂકાવટનો ઇ.પી.કો. કલમ ૩૩ર જોવામાં આવે તો સરકારી નોકર હોવા જરૂરી છે. પરંતુ સરકારી નોકર કર્મચારી છે તે સાબીત કરી શકેલ નથી.

બચાવ પક્ષ સાક્ષીઓની ઉલટ તપાસમાંથીસાબીત કરેલ છે. આ કામના આરોપીઓ સામેનો કેસ પ્રોસીકયુશન ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩રપ, ૩૩ર, પ૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧)૧૦ આરોપીઓ સામે ઉપરોકત કલમનું તહોમતનામું અદાલતે ફરમાવેલ છે. તે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે. જયારે બચાવ પક્ષ ઉપરોકત તહોમતનામા મુજબના આક્ષેપોની કલમના એકપણ મુળભુત તત્વો ફલીત થતા નથી. તેવું સાબીત કરવામાં સફળ થયેલ છ.ે આમ આરોપી સામેનો કેસ પુરવાર થતો નહીં જે દલીલો તથા હકિકતો અદાલત સમક્ષ દલીલ કરતા સ્પે. સેશન્સ જજ શ્રી પવાર મેડમ એ શંકાના લાભ આપી છોડી મુકેલ છે.

આ કામમાં આરોપીઓ વતી સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ શ્રી રોહીતભાઇ બી. ઘીઆ તથા ચેતન ચભાડીયા તથા આસીસ્ટન્ટ તરીકે રાહુલ રોકાયેલ હતા.

(4:26 pm IST)