Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો જન્મ દિવસઃ મંદબુધ્ધીના બાળકોને મિઠાઇ-ચોકલેટ આપી ઉજવણી

રાજકોટઃ  એડિશનલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસ શહેરના પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ છે. તેમને અધિકારી, મિત્રો, શુભેચ્છકો તરફથી સતત શુભકામનાઓ મળી રહી છે. શ્રી અગ્રવાલ રાજ્ય પોલીસ તંત્રમાં ટેકનોસેવી તરીકે ખુબ જ જાણીતા છે. કોમ્યુનલ પરિસ્થિતિમાં કુનેહપૂર્વક કામગીરી કરવા માટે તેમને અનેક એવોર્ડ પણ મળી ચુકયા છે. રાજ્યના ડીજી કક્ષાના અનુભવી આઇપીએસ અધિકારી શ્રી મોહન ઝા પાસે પ્રાથમિક તાલિમ મેળવનારા આ અધિકારીએ વિવિધ જીલ્લાઓ અને શહેરોમાં યશસ્વી ફરજ બજાવી છે. તેઓના ટેકનીકલ જ્ઞાનને ધ્યાને રાખી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જ્યારે ઇઝરાયલના પ્રવાસે ગયા હતાં ત્યારે  શ્રી અગ્રવાલને ખાસ પોતાની સાથે ઇઝરાયલ લઇ ગયા હતાં. તે વખતે તેઓ પ્રિન્સીપલ સેક્રેટરી હોમ તરીકે ફરજ બજાવતાં હતાં. મહાનુભાવોના બંદોબસ્ત વખતે ઇઝરાયલી જાસૂસી સંસ્થા મોસાદ દ્વારા ઉપયોગમાં લેવાતી અદ્યતન ટેકનોલોજી તેઓ રાજકોટમાં લાવવામાં મહદ અંશે સફળ રહ્યા છે. શ્રી અગ્રવાલે આજે પોતાના જન્મદિવસ નિમીતે કાલાવડ રોડ ખાતે આવેલા મેન્ટલી રિટાયર્ડ હોમ ખાતે પહોંચી મંદબુધ્ધીના બાળકોને મિઠાઇ-ચોકલેટ આપી ઉજવણી કરી હતી.

(4:00 pm IST)