Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાજકોટ મેડીકલ કોલેજના વડા ડો. ગોસ્વામીની બદલી

તબીબ દુષ્કર્મ પ્રકરણના પડઘા

રાજકોટ, તા. ૨૮ :. પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડીન ડો. યોગેશનંદ ગોસ્વામીની તાત્કાલિક અસરથી પાટણ બદલી કરવામાં આવ્યાનું જાણવા મળે છે. તેમને સિવીલ હોસ્પીટલમાં તબીબે આચરેલા દુષ્કર્મ પ્રકરણના છાંટા ઉડયાનું કહેવાય છે. તેમના સ્થાને કોઈની નિમણૂક થઈ નથી તેથી સિનિયોરીટી મુજબ ડો. એમ.જે. સામાણીને ચાર્જ સોંપાય તેવી શકયતા છે.

રાજકોટની સિવિલ હોસ્પીટલના સર્જરી વોર્ડમાં એમ.એસ.ના પહેલા વર્ષના રેસિડેન્ટ ડોકટર પર તેના જ સિનિયર એવા બીજા વર્ષના તબીબ ડો. સચિન સિંઘે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. રવિવારે આ ઘટના સામે આવ્યા બાદ ભારે ઉહાપોહ મચ્યો હતો. જેન્ડર હેરેસમેન્ટ કમિટી અને ડીન પર પ્રશ્નો કરાયા હતા. જો કે ડીને સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટનાની જન્માષ્ટમી પર ફરીયાદ મળી હતી અને કમિટીએ ત્યારે આરોપી સચિનને એક ટર્મ માટે સસ્પેન્ડ કર્યો હતો. જો કે પોલીસ ફરીયાદ થતા આ મામલો વધુ ગરમાતા આરોગ્ય વિભાગના અધિક નિયામકને રિપોર્ટ કરાયો હતો તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સીલને પણ આ મામલે જાણ કરી હતી. સચિન હાલ જેલ હવાલે છે. ઘટના સામે આવ્યાના ચોથા દિવસે ગુરૂવારે ગાંધીનગરથી ખાસ બદલીનો ઓર્ડર થયો હતો. જેમાં રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન ડો. ગોસ્વામીની તાત્કાલીક પાટણ બદલી કરવામાં આવી છે.

(3:28 pm IST)