Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ક્રિકેટ, લોન ટેનીસ,સ્નુકર-બીલીયર્ડના સાથી ખેલાડી અને મિત્ર વસંતભાઇ વોરા (ટાઇગર) સાથે તેમની દોસ્તી છેક સુધી રહી...

ગુજરાત વિધાનસભામાં ૧૯૬ર, ૧૯૬૭, ૧૯૭ર, ૧૯૮૦ અને ૧૯૯૦ એમ પાંચ વખત ધારાસભ્ય અને ૧૯૮૦ થી ૧૯૮પ સુધી કેબીનેટ મંત્રીપદે તેમજ ૧૯૯૪-૯પમાં પુનઃ કેબીનેટ મંત્રીપદે રહી ચુકેલા શ્રી મનોહરસિંહ જાડેજા તેમના વિનય, વિવેક, વિનમ્રતા અને વિધ્વતા માટે જાણીતા હતા. રાજકોટના રાજવી શ્રી લાખાજીરાજનાં પૌત્ર અને લોક સેવક શ્રી મનોહરસિંહજી જાડેજાએ રાજકુમાર કોલેજ, રાજકોટ એલ્ફીસ્ટન કોલેજ, મુંબઇ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરીને બી.એ., એમ.એ., એલએલબી તેમજ બ્રિટીશ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટની ડિપ્લોમાંની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેમની બહુમુખી પ્રતિભાએ કારણે બહુ ઓછા લોકો જાણે છે કે શ્રી મનોહરસિંહજી જાડેજાએ રમત-ગમત ક્ષેત્રે ઘણા ચંદ્રકો પ્રાપ્ત કરનારા ખુબ સારા ક્રિકેટર, બેડમીન્ટન પ્લેયર અને બીલયર્ડ પ્લેયર રહી ચુકયા હતા.ઉપરની પ્રથમ તસ્વીરમાં જામનગર ખાતે રણજી ટ્રોફી મેચમાં મેદાન પર ઉતરવાની રાહમાં  પેડ બાંધી બેટ સાથે બેઠેલા મનોહરસિંહજી અને મનોહરસિંહજીની બાજુમાં ત્રીજી ખુરશી પર બેઠેલા વસંત વોરા, બીજી તસ્વીરમાં ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ લોન ટેનીસ  ટુર્નામેન્ટમાં ડબલ્સનું ટાઇટલ વસંતભાઇ અને મનોહરસિંહજીએ હાંસલ કર્યુ ત્યારે તત્કાલીન કલેકટરશ્રી સિન્હાના ધર્મપત્ની શ્રીમતી સિન્હાના હસ્તે ટ્રોફી મેળવી તે તસ્વીર અને છેલ્લી તસ્વીરમાં રાજકોટ જીમખાના કલબ ખાતે ચાલતા ક્રિકેટ કોચીંગ કેમ્પના સંચાલક વસંતભાઇ વોરાના કેમ્પની મુલાકાત  દાદા અવારનવાર લેતા ત્યારે બંન્ને મિત્રો હળવી પળોમાં જોઇ શકાય છે. રણજી ટ્રોફીના કેપ્ટન પદે રહી ચુકેલા દાદા એક સારા ક્રિકેટર રહયા હતા. તેઓએ તેમની ક્રિકેટ કારકીર્દીમાં હાઇએસ્ટ ૧૪૪ રન ગુજરાત ટીમ સામે ડિસેમ્બર-૧૯પ૭માં બનાવ્યા હતા. ૧૪ મેચ દરમિયાન ૬૧૪ રન બનાવ્યા હતા. જેમાં ૧ સદી અને ૪ અર્ધી સદીનો સમાવેશ થાય છે.

(3:21 pm IST)