Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ટેબલ ટેનિસમાં પ્રણવ નથવાણી અને નિશીત ધામેચાની જોડી વિજેતા

રાજકોટઃ રાજય સરકાર દ્વારા આયોજીત ખેલ- મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ પૈકી ટેબલ- ટેનીસ રાજકોટ રુરલની સ્પર્ધા મુ.ભાયાવદર, જિલ્લો રાજકોટ ખાતે યોજાયેલ હતી. જેમાં રાજકોટના પ્રણવ નથવાણી (મો.૯૪૦૯૫ ૬૫૪૫૩) અને નીશિત ધામેચા (મો.૬૩૫૧૩ ૮૦૯૦૩) જોડીએ ત્રણ રાઉન્ડમાં વિજેતા બની. ટેબલ- ટેનીસ ડબલ્સ સ્પર્ધામાં ચેમ્પીયન બની સમસ્ત લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.

આ ઉપરાંત મિકસ- ડબલ્સની ઈવેન્ટમાં પણ રીપીટેડ પ્રણવ નથવાણી, રીતુ મહેતાની જોડી ચેમ્પીયન અને નીશિત ધામેચા, સુરભી ડોડીયાની જોડી રનર્સઅપ તથા વુમન્સ સિંગલ્સમાં રીતુ મહેતા ચેમ્પીયન અને મેન્સ સીંગલ્સમાં ધર્મરાજસિંહ જાડેજા ચેમ્પીયન અને માદીન સીંધી રનર્સઅપ બનેલ છે.

(3:16 pm IST)