Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ખંડવામાં કાલથી અખિલ ભારતીય રેડીયો શ્રોતા સંમેલન

રાજકોટના દિનેશ બાલાસરા સહીત ગુજરાતભરના શ્રોતા અગ્રણીઓ ભાગ લેશે

રાજકોટ તા. ૨૮ : મધ્યપ્રદેશના ખંડવા ખાતે કાલે તા.૨૯ થી બે દિવસીય અખિલ ભારતીય રેડીયો શ્રોતા સંમેલનન પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં વિવિધ રાજયોમાંથી ૬૦૦ જેટલા શ્રોતા સદસ્યો ભાગ લેનાર છે. ગુજરાત-રાજકોટથી જાણીતા ઉદ્દઘોષક અને રેડીયો શ્રોતા દિનેશ બાલસરા તેમજ અરવિંદ સોની, હસમુખ  ભાવસાર વગેરે ભાગ લેવા રવાના થઇ રહ્યા છે.

આ રાષ્ટ્રીય સંમેલન સમિતિના પ્રમુખ તરીકે દિનેશ બાલાસરા (મો.૯૮૨૫૬ ૬૫૮૭૭) ની નિમણૂંક કરાઇ છે. તેમના જણાવ્યા મુજબ દેશભરના રેડીયો શ્રોતાઓ એક બીજાને ઓળખે તેવા હેતુથી આ સંમેલનનું આયોજન કરાયુ છે. આ સંમેલનમાં રાજયના શ્રોતાઓ ઉપરાંત વિવિધ ભારતી મુંબઇના ઉદ્દઘોષક અશોક સોનવણે, ઓઇ ઇન્ડિયા રેડીયો ઉર્દુ સર્વિસના ઇરફાન આઝમી, રેડીયો સીલોનના પૂર્વ ઉદ્દઘોષક મનોહર મહાજન, રીપુ સુદનકુમાર એલાવાદી, ભોપાલ આકાશવાણી કેન્દ્રના અરવિંદ સોની, સંતોષ અગ્નિહોત્રી, ખંડવન, પ્રમોન કાર્તિકેય જબલપુર, સુનિલ ગાયકવાડ જલગાવ વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે.

ઉલ્લેખનીય છે કે ખંડવા એ પાર્શ્વગાયક સ્વ. કિશોરદાની જન્મભૂમિ છે. ત્યારે કાલે તા. ૨૯ ના રાત્રે ૮ વાગ્યે તેમને સ્વરાંજલી અર્થે 'સંગીત સજની'નું આયોજન કરાયુ છે. જેનું સંચાલન રાજકોટના દિનેશ બાલાસરા સંભાળશે.તા. ૩૦ ના સવારે ૯ વાગ્યે રેલી સ્વરૂપે તમામ રેડીયો શ્રોતા અને કિશોરપ્રેમીઓ કિશોરકુમારના જન્મસ્થળ અને સ્મારકની મુલાકાત લઇ પુષ્પાંજલી અર્પણ કરશે.

સમગ્ર શ્રોતા સંમેલનના કાર્યક્રમનું સંચાલન આલોક જોશી અને સંજય પંચોલિયા કરનાર છે. (૧૬.૨)

(12:12 pm IST)