Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

છ ઘોડાની બગીમાં 'દાદા'ની પાલખીયાત્રા નીકળીઃ રૂટ ઉપર ઠેર-ઠેર શ્રધ્ધાસુમનઃ સવારથી રણજીતવિલાસ પેલેસ પર અંતિમદર્શન માટે નામી-અનામી લોકો ઉમટ્યા

રાજવી શ્રી મનોહરસિંહજી જાડેજાના નિધનથી રાજકોટ શોકમય બની ગયું છે. પ્રથમ તસ્વીરમાં મનોહરસિંહજી જાડેજા (દાદા)નો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રણજીતવિલાસ પેલેસના દિવાનખંડમાં રાખવામાં આવ્યો હતો તે જોઇ શકાય છે. ત્યારબાદની તસ્વીરમાં પાલખીયાત્રા પૂર્વેની તૈયારી પહેલા પિતાશ્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં કુંવર માંધાતાસિંહજી મનોહરસિંહ જાડેજા, પોૈત્ર કુંવર જયદિપસિંહજી (રામરાજા) શ્વેત પાઘડી-સાફા અને ધોતીના પહેરવેશમાં શોકમગ્ન નજરે પડે છે. ત્યારબાદની તસ્વીરોમાં અનેક સામાજીક, રાજકિય અને વ્યાપારી અગ્રણીઓએ પૂજય દાદાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા તે નજરે પડે છે. ઉપરની બીજી તસ્વીરમાં દાદાને નમન કરી હૃદયાંજલિ અર્પણ કરતાં જીવન કોમર્શિયલ કો-ઓપ. બેંકના નરેન્દ્રસિંહ જાડેજા, નીચેની તસ્વીરમાં પૂર્વ મેયર અને દાદાના અત્યંત નજીક રહેલા અશોક ડાંગર, મહેશ ચોૈહાણ, સદ્દગતની સારવારમાં સતત ખડેપગે રહેલા ડો. સિધ્ધાર્થ કોૈલ, પરિવારના અંતરંગ વર્તુળના જયદિપ વોરા, એક સમયે દાદા સામે વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેશ રાજ્યગુરૂ, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ કમલેશ જોષીપુરા, સરગમ કલબના પ્રમુખ અને વેપારી અગ્રણી ગુણવંતભાઇ ડેલાવાળા, જુના રાજકોટના ભરવાડવાસના બહેનો, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, પ્રદિપ ત્રિદેવી દાદાના પાર્થિવદેહને રેંટિયાના પ્રતિક સાથેનો તિરંગો ઓઢાડતા જોઇ શકાય છે. નીચેની છેલ્લેથી બીજી તસ્વીરમાં સેવાદળે દાદાને ટોપી સાથેના ડ્રેસમાં સલામિ અર્પણ કરી તે અને હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયના સંચાલક મંડળના પ્રવિણસિંહજી જાડેજા (સોડીયા) અને છાત્રો અંતિમયાત્રામાં જોડાવા પહોંચ્યા તે જોઇ શકાય છે (તસ્વીરોઃ સંદિપ બગથરીયા) (૧૪.૮)

(12:05 pm IST)